PM Matru Vandana Yojana 2024 (PMMVY): ગર્ભવતી મહિલાઓને રૂપિયા 6000 નો ફાયદો – મેળવો અરજી કરવા માટે સંપૂર્ણ જાણકારી
ભારત સરકારે મહીલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના 2024 (PMMVY) શરૂ કરેલ છે. જેનો ઉદ્દેશ્ય સમગ્ર દેશમાં ગર્ભવતી મહિલાઓને સમર્થન આપવાનો છે. આ યોજના હેઠળ ગર્ભવતી મહિલાઓને અમુક હપ્તામાં રૂપિયા ૧૧000 ની આર્થિક સહાય મળે છે. આ યોજનાનો લાભ દેશભરની તમામ સગર્ભા મહિલાઓ મેળવી શકે છે.
પીએમ માતૃવંદના યોજનાની અરજી કરવા અને તેના લાભો મેળવવા માટે અમુક પ્રક્રિયાનું ચોક્કસ પણે પાલન કરવું પડશે. આ આર્ટિકલમાં અમે તમને પ્રધાનમંત્રી માતૃવંદના યોજનાની અરજી કેવી રીતે કરવી તેના માટે સંપૂર્ણ માર્ગદર્શન આપીશું અને તેના ફાયદાઓ સમજાવિશું.
પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના 2024 શું છે?
પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના 2024 પીએમએમવીવાય (PMMVY) તરીકે પણ ઓળખવામાં આવે છે. આ યોજના સગર્ભા મહિલાઓને મદદ કરવા માટે ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગની એક પહેલ છે. સગર્ભા અને સ્તનપાન કરાવતી મહિલાઓ ખાસ કરીને પ્રથમ વખત માતાઓને રૂપિયા ૧૧000 ની આર્થિક સહાય મળે છે.
Pradhan Mantri Matru Vandana Yojana નો લાભ મેળવવા માટે ઇચ્છુક વ્યક્તિઓએ અરજી કરવી પડશે. આ યોજનાને વૈકલ્પિક રૂપે મહિલા ગર્ભાવસ્થા સહાય યોજના તરીકે ઓળખવામાં આવે છે. PMMVY 2024 યોજના ભારત માં બધા રાજ્યમાં રહેતી બધી જ ગર્ભસ્ત મહિલાઓ માટે ઉપલબ્ધ છે. આ યોજનાનો ઉદ્દેશ્ય આર્થિક બોજો ઘટાડવા અને દેશભરમાં માતાઓ અને તેમના નવજાત બાળકોની ભલાઈ માટે અને એક સારા અને સહાયક વાતાવરણ પ્રદાન કરવાનું છે.
PM Matru Vandana Yojana 2024 માટે કોણ યોગ્ય છે?
PM Matru Vandana Yojana નો લાભ લેવા અરજદાર મહિલાની ઉમ્મરઓછા માં ઓછી 19 વર્ષ જ હોવી જોઇએ.
જે મહીલાઓ સરકારી / ખાનગી કર્મચારી છે અને અન્ય યોજના અથવા કાયદાની લાભાર્થી છે તેમને આ યોજનાનો લાભ મળશે નહીં.
આંગણવાડી કાર્યકર્તા, આંગણવાડી સહાયક અને આશા કાર્યકર્તા પણ આ યોજનાનો લાભ મેળવી શકતા નથી.
પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના માટે જરૂરી દસ્તાવેજો
ગર્ભવતી મહિલા માટે જરૂરી દસ્તાવેજો:
- ગર્ભવતી મહિલાનું આધાર કાર્ડ
- ગર્ભવતી મહિલાના પતી નું આધાર કાર્ડ
- માતૃ શિશુ સુરક્ષા કાર્ડ
- આવેદિકાનું સ્વયંની બેંક એકાઉન્ટ ડીટેલ્સ
પ્રધાનમંત્રી માતૃ વંદના યોજનાના ફાયદાઓ શું છે?
જે મહિલાઓ પ્રથમ વાર માતા બને છે તેમને પ્રધાનમંત્રી માતૃવંદના યોજના હેઠળ ₹5000 ના બે હપ્તામાં સહાય આપવામાં આવે છે. ગર્ભાવસ્થાની નોંધણી કરી અને ઓછામાં ઓછી એક ANC તપાસ પછી ₹3000 ની સહાયતા મળે છે અને પછી નવજાત શિશુની જન્મની નોંધણી અને પ્રથમ ચરણનું ટીકાકરણ પૂર્ણ થયા પછી બીજા હપ્તામાં રૂપિયા 2000 ની સહાયતા આપવામાં આવે છે.
જો બીજું સંતાન છોકરી હોય તો રૂપિયા 6000 એક જ હપ્તામાં આપવામાં આવે છે. આ સહાય છોકરીના જન્મની સાથે પ્રાપ્ત થાય છે. એકવાર પૂરા ₹6000 ની રકમ એક સાથે આપવામાં આવે છે. આ યોજનાનો ઉદ્દેશ્ય માતાઓ અને તેમના નવજાત શિશુઓની સારવાર ને તેમના વિત્તિય ભારને ઘટાડવાનો છે.
પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના PMMVY માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?
તમે તમારા ઘરેથી પોતાના મોબાઈલ ફોનથી પ્રધાનમંત્રી માતૃવંદના યોજના માટે ઓનલાઇન અરજી કરી શકો છો. તેના માટે નીચેની પ્રક્રિયાનું પાલન કરો.
- માતૃત્વ વંદના યોજનાની અધિકારીક વેબસાઇટ pmmvy.wcd.gov.in પર જાઓ.
- વેબસાઇટ ના હોમ પેજ પર “Citizen Login” વિકલ્પ શોધો અને તેના પર ક્લિક કરો.
- એક નવું પેજ દેખાતા તમારો મોબાઇલ નંબર દાખલ કરો અને “Verify” પર ક્લિક કરો.
- ઓટીપી વેરીફાઈ કર્યા પછી તમારી સ્ક્રીન પર એક રજિસ્ટ્રેશન ફોર્મ ઓપન થશે.
- તેમાં બધી જરૂરી માહિતી યોગ્ય રીતે ભરો.
- અરજી માં જરૂરી દસ્તાવેજને અપલોડ કરો જેથી અરજી પૂર્ણ થાય.
- અરજીને સમાપ્ત કરવા માટે સબમિટ પર ક્લિક કરો.
- સબમિટ થયા પછી તમને એક રજિસ્ટ્રેશન નંબર મળશે.
- તમારી અરજી verify થયા પછી યોજનાની સહાય રકમ તમારા બેંક અકાઉન્ટમાં થોડા સમયમાં જમા થઈ જશે.
પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના માટે ઑફલાઇન અરજી કેવી રીતે કરવી?
જો તમારા માટે ઓનલાઇન અરજી કરવી સંભવ નથી તો પ્રધાનમંત્રી માતૃવંદના યોજના માટે ઓફલાઇન અરજી કરવાનો પણ વિકલ્પ છે.
- તમે તમારા નજીકના આંગણવાડી કેન્દ્ર અથવા સ્વાસ્થ્ય કેન્દ્ર માં જાઓ.
- માતૃત્વ વંદના યોજના માટે અરજીપત્રકનો અનુરોધ કરો.
- જ્યારે તમારી પાસે ફોર્મ હોય પછી તેમા બધી જરૂરી માહિતી યોગ્ય રીતે ભરો.
- તમારા જરૂરી દસ્તાવેજો અરજી સાથે જોડો.
- તમારી ભરેલી અરજી અને તેના ડોક્યુમેન્ટ, આંગણવાડી કેન્દ્ર અથવા સ્વાસ્થ્ય કેન્દ્રમાં જમા કરાવો.