ડ્રોનથી દવા છંટકાવ માટે સહાય યોજના | એકર દીઠ મળશે ૯૦% સુધીની સહાય

કૃષિ વિમાન યોજના: ગુજરાત સરકાર ખેતીમાં ડ્રોનથી દવા છંટકાવ કરવા પર આપી રહી છે 90% સુધીની સહાય. ઓનલાઈન અરજી પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે. આજે જ ફોર્મ ભરો.

નમસ્કાર મિત્રો, ગુજરાત ના ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે. ગુજરાત સરકાર દ્વારા કૃષિ ક્ષેત્રમાં આધુનિક ડ્રોન ટેકનોલોજી (કૃષિ વિમાન) ના ઉપયોગથી દવા છંટકાવ માટે સહાય આપવામાં આવી રહી છે. આ યોજના અંતર્ગત ડ્રોનથી છટકાવવા માટે ઓનલાઇન અરજી મંગાવવાની શરૂઆત થઈ ગઈ છે આ યોજનાનો લાભ લેવા માટે તમે 03/07/2024 થી 25/02/2022 સુધી અરજી કરી શકો છો.

આજે આપણે ડ્રોનથી છંટકાવ (કૃષિ વિમાન) યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું અને આ યોજનામાં ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની વિગતવાર ચર્ચા કરીશું

ડ્રોનથી છંટકાવ માટે સહાય યોજના: કૃષિ વિમાન યોજના

ડ્રોનથી છંટકાવ સહાય યોજના

વર્ષ 2024-25 માટે ikhedut વેબસાઇટ પર ડ્રોનથી છંટકાવ (કૃષિ વિમાન) યોજના બહાર પાડવામાં આવી છે. આ યોજના હેઠળ ખેડૂતો ડ્રોન થી દવા કે લિક્વિડ ફર્ટિલાઇઝર છંટકાવ માટે ઓનલાઇન અરજી કરી શકશે. ગુજરાત સરકાર દ્વારા આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરી ને ખેતી ને વધુ સરળ, કાર્યક્ષમ અને આધુનિક બનવાનો પ્રયાસ છે.

ડ્રોન દ્વારા છંટકાવ કરવાથી સમય અને શ્રમ ની બચત થશે ઉપરાંત દવાઓનો છંટકાવ એક સરખો અને વધુ અસરકારક રીતે થઈ શકશે.

કૃષિ ક્ષેત્રમાં ટેકનોલોજીનો ઉપયોગ કરીને ખેડૂતોને સારામાં સારો પાક મળી રહે અને ઉત્પાદનમાં વધારો થાય તે અંગેના પ્રયાસો સરકાર દ્વારા અવારનવાર કરવામાં આવી રહ્યા છે. આ યોજના સરકારને ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્યને પહોચવામાં મદદરૂપ થશે.

ડ્રોનથી છંટકાવ માટે સહાય: કેટલી રકમ મળશે?

ડ્રોનથી છંટકાવ યોજના હેઠળ ખેડૂતોને

૧) ખર્ચના ૯૦ % અથવા વધુમાં વધુ રૂ.૫૦૦/- (બે માંથી જે ઓછું હોય તે રકમ) પ્રતિ એકર, પ્રતિ છંટકાવ મળવાપાત્ર થશે.
૨) ખાતાદીઠ પ્રતિ છંટકાવ વધુમા વધુ કુલ ૫ એકરની મર્યાદામાં સહાય મળવાપાત્ર રહેશે.

મહત્તમ સહાય મર્યાદા:

દરેક ખેડૂતને એક નાણાકીય વર્ષમાં વધુમાં વધુ ૫ એકર જમીન માટે અને વધુમાં વધુ ૫ છંટકાવ માટે સહાય મળશે.

ઉદાહરણ:

માની લો કે એક ખેડૂતને ૨ એકર જમીનમાં ડ્રોનથી દવા છંટકાવ કરાવવા માટે ₹ ૧૦૦૦/- પ્રતિ એકર ખર્ચ થાય છે.
તો તેને દરેક એકર માટે ₹૯૦૦/- (₹૧૦૦૦ નો ૯૦%) અથવા ₹૫૦૦/-, જે પણ ઓછું હોય તે, મળશે.
આ રીતે, તેને ₹ ૫૦૦/- પ્રતિ એકર એમ કરીને ૨ એકર જમીન માં છંટકાવ માટે કુલ ₹૧૦૦૦/- ની સહાય મળશે.

ડ્રોનથી છંટકાવ માટે સહાય યોજનાના ફાયદા

આપણે દવા કે લિક્વિડ ફર્ટિલાઇઝર પંપ કે બીજી રીતે છાંટતા હોઈએ છીએ. હવે ડ્રોનથી છંટકાવના કેટલાક ફાયદા વિશે વાત કરીએ.

  • ડ્રોન દ્વારા છંટકાવ કરવાથી ઘણો સમય બચી જાય છે.
  • પરંપરાગત છંટકાવ માં આપણે જમીન પર ફરવાથી કેટલાક પાક ને નુકશાન થતું હોય છે. ડ્રોનથી છંટકાવને લીધે પાકને નુકસાન થતું નથી.
  • ડ્રોન દ્વારા દવા કે લિક્વિડ ફર્ટિલાઇઝર છંટકાવમાં વરસાદની જેમ સંપૂર્ણ છોડ ઉપર સ્પ્રે થાય છે જે બધા પાક માં એક સરખો અને વધુ અસરકારક રીતે છંટકાવ થાય
  • બીજી કોઈપણ પદ્ધતિ કરતા ડ્રોન દ્વારા છંટકાવ કરવામાં પાણીની ઓછી જરૂર પડે છે તેથી પાણીનો બગાડ પણ અટકે છે.

આ રીતે, ડ્રોનથી છંટકાવ સરળ અને ફાયદાકારક છે.

ડ્રોનથી છંટકાવ યોજના માટે અરજી કેવી રીતે કરવી?

ડ્રોનથી છંટકાવ યોજનાનો લાભ લેવા માટે i-khedut portal પર તમારે ઓનલાઇન અરજી કરવાની રહેશે અને સાથે ઓનલાઇન અરજી કર્યા પછી તમારે થોડી ઓફલાઈન પ્રક્રિયા કરવાની રહેશે, જેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે.

પગલું 1: ikhedut પોર્ટલની મુલાકાત લો

સૌપ્રથમ, તમે ikhedut પોર્ટલ ની સત્તાવાર વેબસાઇટ www.ikhedut.gujarat.gov.in ની ઓપન કરો.

પગલું 2: યોજના પસંદ કરો

હવે તમારી સામે આઈ ikhedut portal વેબસાઈટનું Home Page ખુલીને આવશે. Home Page પર તમને ઉપર મેનુમાં “યોજના” દેખાશે તેના પર ક્લિક કરવાની રહેશે.

હવે તેમાં તમારે “ખેતીવાડીની યોજનાઓ” પર ક્લિક કરવાનું રહેશે.

“ખેતીવાડીની યોજનાઓ” ખોલ્યા બાદ તેમાં કૃષિ ક્ષેત્રમાં અદ્યતન ડ્રોન ટેક્નોલોજી (કૃષિ વિમાન) નો ઉપયોગ (૧૦૦% રાજ્ય પુરસ્કૃત) વિભાગ જોવા મળશે.

આ વિભાગમાં “ડ્રોનથી છંટકાવ” સહાય યોજના જોવા મળશે. તે ઓપન કરો. જેમાં “અરજી કરો” પર Click કરીને નવું પેજ ખોલવાની રહેશે.

ડ્રોનથી છંટકાવ સહાય યોજનામાં અરજી કરો

હવે જો તમે આઈ-ખેડૂત પોર્ટલ પર પહેલા રજીસ્ટર કરેલું હોય તો “હા” સિલેટર કરવાનું રહેશે અને રજીસ્ટેશન નથી કર્યું તો “ના” કરવાનું રહેશે.

પગલું 3: અરજી ફોર્મ ભરો

હવે ઓનલાઈન અરજી ફોર્મ ખુલશે. ફોર્મમાં અરજદારની વિગત, બેંકની વિગત, જમીનની વિગત અને અન્ય જરૂરી માહિતી ભરો. ફોર્મ ભર્યા બાદ તે ફોર્મની ચકાસણી કર્યા પછી “અરજી સેવ કરો” તેના પર Click કરવાનું રહેશે.

પગલું 4: જરૂરી દસ્તાવેજો અપલોડ કરી અરજી Confirm કરો

અરજી ફોર્મ સાથે જરૂરી દસ્તાવેજો જેમ કે, આધાર કાર્ડ, જમીનના દસ્તાવેજો, બેંક ખાતાની વિગતો વગેરે અપલોડ કરો. દસ્તાવેજો સ્પષ્ટ અને વાંચી શકાય તેવા હોવા જોઈએ.

હવે ફરીથી ઓનલાઈન ભરેલી માહિતીની પૂરેપૂરી ચોક્ક્સાઈ કર્યા બાદ અરજી Confirm કરવાની રહેશે.
લાભાર્થી દ્વારા ઓનલાઈન અરજી એક વાર Conform કર્યા બાદ Application Number માં કોઈ સુધારો કે વધારો થશે નહીં.

ખેડૂત લાભાર્થીએ Online અરજી કર્યા બાદ પોતાની અરજીની પ્રિ‍ન્‍ટ કઢાવાની રહેશે.

આ રીતે તમે Online અરજી કરી શકો છો.

ઓનલાઇન અરજી કર્યા પછી શું કરવું?

iKhedut પોર્ટલ પર Online અરજી કર્યા પછી તમારે થોડી ઓફલાઈન પ્રક્રિયા કરવી પડશે જેની માહિતી અહીં છે:

  1. Online અરજી કર્યા પછી, અરજીને પ્રથમ તાલુકા અમલીકરણ અધિકારીશ્રી દ્વારા મંજૂરી આપવામાં આવશે.
  2. જો તમારી અરજી મંજૂર થશે તો તમને SMS, e-mail અથવા અન્ય માધ્યમ દ્વારા જાણ કરવામાં આવશે.
  3. Online અરજી કર્યા પછી જે Printout મળે છે, તે અરજીપત્રકમાં સહી કરવાની રહેશે.
  4. સહી કરેલ printout સાથે જરૂરી તમામ ડોક્યુમેન્ટ જોડવાના રહેશે.
  5. આ બધું તમારા ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી અથવા તાલુકા અમલીકરણ અધિકારીશ્રીને જમા કરવાનું રહેશે.

આ રીતે, તમારી Online અને Offline પ્રક્રિયા પૂર્ણ થશે અને તમને ડ્રોનથી દવા છંટકાવ સહાય યોજના નો લાભ મેળવી શકશો.

યાદ રાખો અરજી કરવાની છેલ્લી તારીખ :- 28/02/2025 છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *