નાળિયેરી વાવેતર વિસ્તાર સહાય યોજના | નાળિયેરી ની ખેતી માટે મળશે રૂપિયા 37500 ની સહાય
નમસ્કાર મિત્રો આજે આપણે નાળિયેરી વાવેતર વિસ્તાર સહાય યોજના વિશે વાત કરીશું. આ યોજના હેઠળ ખેડૂતોને નાળિયેરી વાવેતર વિસ્તાર માટે જે ખર્ચ થયો હોય તેના ૭૫ ટકા મહત્તમ રૂ. ૩૭,૫૦૦ પ્રતિ હેકટરની મર્યાદામાં સહાય આપવામાં આવશે. જેની ચૂકવણી ૨ હપ્તામાં કરવામાં આવશે, ૭૫ ટકા સહાય પ્રથમ હપ્તામાં અને બાકીની ૨૫ ટકા સહાય બીજા હપ્તામાં સીધા ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવશે.
મિત્રો, ખેતીમાં ટેકનોલોજી નો ઉપયોગ ધીમે ધીમે વધી રહયો છે અને ખેડૂતો પણ આધુનિક પદ્ધતિઓ અપનાવી રહ્યા છે. બાગાયત ખેતીની વિવિધ પદ્ધતિઓ ખેડૂતો માટે આવકનું સારું સાધન બની રહે છે. આજે આપણે નાળિયેરીની ખેતી માટે સરકાર દ્વારા આપવામાં આવતા સહાય યોજના Coconut Farming Scheme Gujarat 2024 વિશે વાત કરીશું.
નાળિયેરી વાવેતર વિસ્તાર સહાય યોજના | નાળિયેરીની ખેતી માટે સરકારી સહાય
સરકાર દ્વારા નાળિયેરીની ખેતી માટે એક ખાસ યોજના બહાર પાડવામાં આવી છે. આ યોજના નો હેતુ ખેડૂતોને બાગાયત ખેતી તરફ વાળવા અને આ પદ્ધતિમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. આ યોજનાનું નામ છે નાળિયેરી વાવેતર વિસ્તાર સહાય યોજના. આ યોજનામાં એક ખેડૂતને ચાર હેક્ટરની જમીનની મર્યાદા સુધીમાં લાભ આપવામાં આવે છે.
I Khedut પોર્ટલ પર બાગાયતી વિભાગની યોજનાઓ નું લિસ્ટ આપેલ છે. જેમાં વિવિધ પ્રકારની યોજનાઓ બહાર પાડવામાં આવેલ છે. દરિયાકાંઠે વસતા નાગરિકોના હિત માટે આ યોજના બહાર પાડેલ છે.
દરિયા કિનારાના વિસ્તારોમાં નાળિયેરીના પાકોનું ઉત્પાદન તથા વાવેતર સારું થાય છે જેને ધ્યાનમાં રાખીને નાળીયેરી વાવેતર વિસ્તાર સહાય યોજના 2024 લોન્ચ કરવામાં આવી છે .
યોજનાના મુખ્ય મુદ્દા
યોજના નું નામ | નાળિયેરી વાવેતર વિસ્તાર સહાય યોજના |
ઉદ્દેશ | નાળિયેરીના પાકોનું ઉત્પાદન વધે અને ખેડૂતો ખર્ચમાં ઘટાડો થાય |
લાભાર્થી | ગુજરાતના પાત્રતા ધરાવતા ખેડૂતોને |
સહાયની રકમ | યુનિટ કોસ્ટ રૂ 50000 પ્રતિ હેક્ટર ખર્ચના ૭૫% મુજબ મહતમ રૂ 37500 પ્રતિ હેક્ટર લાભાર્થી / ખાતા દીઠ ૪ હેક્ટર ની મર્યાદામાં |
સત્તાવાર વેબસાઇટ | https://ikhedut.gujarat.gov.in/ |
અરજી કરવાની છેલ્લી તારીખ | 15/08/2024 |
અરજી કેવી રીતે કરવી | ઓનલાઇન |
નાળિયેરી વાવેતર વિસ્તાર સહાય યોજના માટે ની પાત્રતા
નાળિયેરીની ખેતી માટે સહાય મેળવવા માટે કેટલીક પાત્રતાઓનું પાલન કરવું જરૂરી છે
- નાળિયેરીનું વાવેતર: આ સહાય મેળવવા માટે ખેડૂતને નાળિયેરીનું વાવેતર કરવું પડશે
- ગુજરાતના ખેડૂતો: આ યોજના માટે ફક્ત ગુજરાતના ખેડૂતો પાત્ર છે
- સહાય માટે વિસ્તાર: પ્લાન્ટિંગ મટીરીયલ અને ઇનપુટ ખર્ચ માટે સહાય આપવામાં આવે છે
ગુજરાત સરકાર નો વર્ષ 2024/25 નો સંભવિત લક્ષ્યાંક 948 હેક્ટર જમીન માં નાળિયેરી વાવેતર વિસ્તાર માટે સહાય આપવાનો છે. જેથી વધુમાં વધુ ખેડૂતોને આ યોજનાનો લાભ લઈ શકે.
નાળિયેરી વાવેતર માટે મળતી સહાય
નાળિયેરી વાવેતર વિસ્તાર સહાય યોજનાની અંદર નાળિયેરીની ખેતી માટે યુનિટ કોસ્ટ મહત્તમ 50,000 રૂપિયા પ્રતિ હેક્ટર દીઠ ની સહાય આપવામાં આવે છે.
આ સહાય ખેડૂતોને બે હપ્તા માં આપવામાં આવે છે.
વિતરણ સહાયની રકમ 75% પહેલા અને 25% પછી આપવામાં આવે છે જેથી કુલ 100% સહાય મળી રહે છે
નાળિયેરી વાવેતર વિસ્તાર સહાય યોજના માટે જરૂરી દસ્તાવેજો
આ યોજનામાં અરજી કરવા માટે કેટલાક જરૂરી દસ્તાવેજો મહત્ત્વપૂર્ણ છે જે નીચે મુજબ છે
- જાતિનો દાખલો (સક્ષમ અધિકારી દ્વારા) (ફક્ત અનુસુચિત જાતિ / અનુસુચિત જનજાતિ માટે) (લાગુ પડતું હોય તો)
- સક્ષમ અધિકારીશ્રીનું દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર (ફક્ત દિવ્યાંગો માટે) (લાગુ પડતું હોય તો)
- જમીનની વિગત ૭/૧૨ તથા ૮-અ ની નકલ
- આધારકાર્ડ ની નકલ
- બેન્ક પાસબુકની નકલ અને રદ કરેલ ચેક
- વન અધિકાર પત્ર ધરાવતા હોય તો તેની નકલ (લાગુ પડતું હોય તો)
- સમંતિ પત્રક (સંયુક્ત નામે જમીન ધરાવતા ભાગીદારો માટે ) (લાગુ પડતું હોય તો)
નાળિયેરી વાવેતર વિસ્તાર સહાય યોજનામાં ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?
ખેડૂતો i-ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે. તે માટે તમારે નીચે પગલાં અનુસરીને અરજી કરી શકાય છે.
1. સૌ પ્રથમ, I Khedut ની સત્તાવાર વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/ ખોલવી.
2. khedut Website ખોલ્યા બાદ “યોજના” પર ક્લિક કરવું.
3. યોજના પર ક્લિક કર્યા બાદ “બાગાયતી ની યોજનાઓ” ખોલવું.
4. “બાગાયતી ની યોજનાઓ” ખોલ્યા પછી જ્યાં “ફળ પાકોના વાવેતર” નામના મેનુમાં જાઓ.
5. ત્યારબાદ તેમાં “નાળીયેરી વાવેતર વિસ્તાર સહાય” પર ક્લિક કરવું. જેમાં “નાળીયેરી વાવેતર વિસ્તાર સહાય” માં “અરજી કરો” તેના પર Click કરીને આગળનું પેજ ખોલવું.
6. જો તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો “હા” અને નથી કર્યું તો “ના” કરવાનું રહેશે.
7. જો ખેડૂતે રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા પછી Captcha Image નાખીને અરજી કરવાની રહેશે.
8. ખેડૂતે લાભાર્થીએ i-khedut પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ‘ના’ સિલેકટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
9. ખેડૂતે સંપૂર્ણ માહિતી ભર્યા બાદ “અરજી સેવ કરો” એના પર ક્લિક કરવાનું રહેશે.
10 અરજી ની તમામ વિગતો સંપૂર્ણ ચોક્ક્સાઈપૂર્વક તપાસી અરજી કન્ફર્મ કરવાની રહેશે. એક વાર અરજી કન્ફર્મ થયા બાદ Application Number માં કોઈ સુધારો કે વધારો થશે નહિં તેની નોંધ લેવી.
11. ખેડૂત લાભાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિન્ટ મેળવી શકશે.
નાળિયેરી વાવેતર વિસ્તાર સહાય યોજનાનો લાભ અને નાળિયેરીની ખેતીના ફાયદા
નાળિયેરીની ખેતીનો ખેડૂતોને ઘણો ફાયદો થઇ શકે છે
- ઉચ્ચ આવક: નાળિયેરીની ખેતીથી ખેડૂતોને ઊંચી આવક મળી રહે છે
- સરકારી સહાય: સરકાર તરફથી મળતી સહાય ખેડૂતોનો ખર્ચને ઘટાડે છે
- ટેકનોલોજીનો ઉપયોગ: આ પદ્ધતિમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ જેવી ખેતીની ગુણવત્તામાં સુધારો કરે છે.
ખેડૂત મિત્રો નાળિયેરીની ખેતી માટે આ સરકારી સહાયનો લાભ લેવા માગતા હોય તો તરત જ અરજી કરો. આ યોજના તમારા માટે એક ઉત્તમ તક છે જેનાથી તમે વધુમાં વધુ નફો મેળવી શકો છો.
નાળિયેરી વાવેતર વિસ્તાર સહાય યોજનાથી ખેતીની ગુણવત્તા અને ખેડૂતોની આવક બંનેમાં વધારો થશે અને અંતે આ યોજના તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે.