Dairy Farm Loan – ડેરી ફાર્મ લોન: મેળવો સરકાર તરફથી 7 લાખ રૂપિયાની ગેરંટી વગરની લોન

ગુજરાત સરકાર પશુપાલકો ને Dairy Farm Loan દ્વારા સહાયતા પૂરી પાડે છે. ખાસ કરીને ખેડૂતો અને પશુપાલકોને પશુ ખરીદવા માટે રૂપિયા 7 લાખ સુધીની લોન આપવામાં આવે છે. આ યોજનામાં 10 લાખ રૂપિયા સુધીની લોન મળવાપાત્ર માનવામાં આવે છે. જેમાં 3% વ્યાજ સાથે ડેરી ફાર્મિંગ પર 90% સબસિડી આપવામાં. જો તમે ડેરી ફાર્મ વ્યવસાય કરો છો અને પશુ ખરીદવા માંગો છો અથવા પશુપાલન કરી રહ્યા છો તો તમને આ લોન મળી શકે છે. પશુઓનું પાલન પોષણ કરવા માટે પણ નાણાંકીય સહાયતા મળી શકે છે.

ડેરી ફાર્મ લોન સહાય યોજના હેઠળ 90% સબસિડી અને 3% વ્યાજદર સાથે આપવામાં આવી છે. આ લોનની રકમ ₹10,00,000 સુધીની.મળવાપાત્ર માનવામાં આવે છે. ડેરી ફાર્મ લોન તમે 5 વર્ષના સમયગાળા માટે લઈ શકો છો. આ લોન 1.5% ની પ્રોસેસિંગ ફી સાથે આપવામાં આવે છે.

વધુ વાંચો: પશુપાલકોને ચાફકટરની ખરીદી પર મળશે 75% સહાય

Dairy Farm Loan 2024 શું છે?

સરકારી બેંકો અને ફાઇનાન્સ કંપની દ્વારા ડેરી ફાર્મિંગ લોન આપવામાં આવે છે. આ લોન દ્વારા તમે ગાય, ભેંસ, ગેટા અને બકરીઓ ખરીદવા માટે લોન આપવામાં આવે છે. ડેરી ફાર્મિંગ પણ એક પ્રકારનો વ્યવસાય છે જે આજના સમયમાં ખૂબ ઝડપથી વિકાસ કરી રહી છે. પરંતુ ઘણા લોકોને આ વ્યવસાય કરવા માટે આર્થિક સમસ્યાનો સામનો કરવો પડે છે કે તેમની પાસે વ્યવસાય શરૂ કરવા માટે રૂપિયા નથી. તેથી સરકાર દ્વારા ડેરી ફાર્મિંગ લોન થી સહાય કરવામાં આવે છે.

ગ્રામીણ વિસ્તારોમાં બેરોજગાર લોકો ને રોજગાર મળી રહે તે માટે ડેરી ફાર્મ લોન શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત તમામ રસ ધરાવતા નાગરિકો ડેરી વ્યવસાય માટે લોન મેળવી શકે છે. સરકારી બેંકો દ્વારા ખેડૂતોને અને  પશુપાલકોને લાખો રૂપિયાની લોન આપવામાં આવે છે.

Dairy Farm Loan

Dairy Farm Loan 2024 ડેરી ફાર્મ લોનનો હેતુ

દરેક સહાય યોજના માટે સરકારનો એક મહત્વનો ઉદ્દેશ હોય છે. જેમાં આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ડેરી ફાર્મ લોન દ્વારા ગરીબ ખેડૂતોને આર્થિક રીતે મજબૂત કરવાનું છે. આ સાથે ખેડૂતો અને પશુપાલકો સારી આવક મેળવી પશુપાલન પર ધ્યાન આપીને વધુ સારું કામ કરી શકે છે.

વધુ માહિતી મેળવો: ડ્રોનથી દવા છંટકાવ માટે સહાય યોજના

ડેરી ફાર્મ લોન મેળવવા માટે જરૂરી દસ્તાવેજો

  • આધાર કાર્ડ
  • પાનકાર્ડ નંબર
  • મતદાર ઓળખ કાર્ડ
  • દૂધ મંડળી/ડેરી સહકારી મંડળી
  • સક્રિય સભ્યપદનું પ્રમાણપત્ર
  • ત્રિપક્ષીય કરાર પત્ર (સંબંધિત બેંક શાખા, દૂધ સમિતિ અને સમિતિના સભ્યો વચ્ચે)
  • પાસપોર્ટ સાઇઝનો ફોટો
  • બેંક ખાતાની પાસબુક

ડેરી ફાર્મ લોન લેવાની પાત્રતા

  • અરજદારની ઉંમર 18 વર્ષથી 65 વર્ષની હોવી જોઈએ.
  • અરજદાર ખેડૂત ગુજરાતનું વતની હોવો જોઈએ.
  • પશુપાલન વ્યવસાય સાથે સંબંધિત હોવા જોઈએ.
  • જો અરજદારે પહેલેથી જ લોન લીધી હોય તેને આ યોજનાનો લાભ નહીં મળે.

Dairy Farm Loan માટે અરજી કેવી રીતે કરવી?

ડેરી ફાર્મ લોનની અરજી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે. જો તમે ગુજરાતમાં રહેતા હોય તો તમે આઈ ખેડૂત પોર્ટલ પર જઈને અરજી કરી શકો છો.આઈ ખેડુત પોર્ટલ પર તમને ડેરી ફાર્મ ને લગતી તમામ બાબતો અને ખેડૂતોને લગતી યોજનાઓ મળી જશે.જેના અનુસંધાને તમે અરજી કરીને લોનની સહાયતા મેળવી શકો છો.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *