Electric Two Wheeler Subsidy Yojana 2024 | ઈલેક્ટ્રીક બાઇક ખરીદવા પર મળશે ₹30,000 સબસીડી
Electric Two Wheeler Subsidy Yojana 2024 – Gujarat Go Green Scheme: નમસ્કાર મિત્રો, આજે આપણે ગુજરાત સરકારની “Gujarat Go Green Scheme” હેઠળ ચાલતી ઈલેક્ટ્રીક ટુ વ્હીલર સબસિડી યોજના વિશે વાત કરીશું.
આ યોજના હેઠળ જે લોકો પોતાનો ઈલેક્ટ્રીક દ્વિચક્રી વાહન ખરીદવા ઈચ્છે છે તેમને ગુજરાત સરકાર તરફથી રૂપિયા 30000 સુધીની સબસિડી નો લાભ આપવામાં આવશે.
અહી આપણે ઇલેક્ટ્રિક બાઇક ની ખરીદવા પર કેટલી સબસિડી મળશે, અરજી કેવી રીતે કરવી, આ યોજના માટે કોણ પાત્ર છે, એ તમામ માહિતી મેળવીશું. તો મિત્રો તમે આ પોસ્ટ ને છેલ્લે સુધી વાંચજો.
Gujarat Go Green Scheme Subsidy| Electric Two Wheeler Subsidy Yojana
ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય અને રોજગાર વિભાગ દ્વારા ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ અને ગુજરાત મકાન અને બાંધકામ બોર્ડ અંતર્ગત GO-GREEN યોજના શરુ કરવામાં આવી છે.
આ યોજના અંતર્ગત સંગઠિત ક્ષેત્રના તથા બાંધકામ ક્ષેત્રના શ્રમયોગીઓ, ઔદ્યોગિક કામદારો અને ITI ના વિદ્યાર્થીઓને બેટરી સંચાલિત ટુ વ્હીલર વાહનની ખરીદી પર સબસીડી આપવામાં આવશે.
યોજના નું નામ | Electric Two Wheeler Subsidy – Gujarat Go Green |
યોજનાનો ઉદ્દેશ | બેટરી સંચાલિત ટુ-વ્હીલરની ખરીદી પર બાંધકામ/ઔદ્યોગિક કામદારો અને ITI વિદ્યાર્થીઓને સહાય આપવા માટે |
લાભાર્થી | બાંધકામ ક્ષેત્રના શ્રમિકો, ઔદ્યોગિક કામદારો અને ITI વિદ્યાર્થીઓ |
યોજના હેઠળ મળવાપાત્ર સબસિડી | બાંધકામ શ્રમિકઃ 50% અથવા રૂ.30,000/- ઔદ્યોગિક કામદારોઃ 30% રકમ અથવા રૂ.30,000/- ITI વિદ્યાર્થીઓઃ રૂ.12,000/- |
સત્તાવાર વેબસાઇટ | https://gogreenglwb.gujarat.gov.in/IndexGLWB.aspx |
આ યોજનાનો લાભ કોને મળશે?
બેટરી સંચાલિત ટુ-વ્હીલરની ખરીદી પર સબસિડીનો લાભ બાંધકામ ક્ષેત્રના શ્રમિકો, ઔદ્યોગિક કામદારો અને ITI વિદ્યાર્થીઓને મળશે.
1. બાંધકામ ક્ષેત્રના શ્રમિકો: બેટરી સંચાલિત ટુ-વ્હીલરની એક્સ-શો રૂમ કિંમતનાં 50% અથવા રૂ. 30,000 (બે પૈકી જે ઓછું હોય તે), તેમજ વાહનના RTO રજિસ્ટ્રેશન ટેક્સ અને રોડ ટેક્સ પર એક વખતની સબસિડી મળશે.
2. ઔદ્યોગિક શ્રમિકો: બેટરી સંચાલિત ઓપરેટેડ ટુ-વ્હીલરની એક્સ-શો રૂમ કિંમતનાં 30% અથવા રૂ. 30,000 (બે પૈકી જે ઓછું હોય તે), તેમજ વાહનના RTO રજિસ્ટ્રેશન ટેક્સ અને રોડ ટેક્સ પર એક વખતની સબસિડી મળશે.
3. ITI વિદ્યાર્થીઓ: બેટરી સંચાલિત ટુ-વ્હીલરની ખરીદી પર રૂ. 12,000 ની સબસિડી મળશે
ઈ- બાઇક વાહનના વેચાણ બાદ સબસિડીની રકમ સીધી જ ડીલરના ખાતામાં જમા કરવામાં આવશે.
ઈલેક્ટ્રીક ટુ વ્હીલર ખરીદવા પર સબસિડી નો લાભ મેળવવા ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?
1. આ યોજનાનો લાભ લેવા માટે સત્તાવાર વેબસાઇટ gogreenglwb.gujarat.gov.in પર જવું.
2. ત્યારબાદ Scheme બટન પર ક્લીક કરવું.
3. નવુ પેજ ખુલશે ત્યાં Electric Two Wheeler Subsidy Application પર ક્લિક કરો.
4. યોજના ની તમામ માહિતી ત્યાં જોવા મળશે તેને ધ્યાન પૂર્વક વાંચો ત્યારબાદ નીચે Register Yourself બટન પર ક્લીક કરો. કાળજીપૂર્વક રજિસ્ટ્રેશન ફોર્મ ભરી ને રજિસ્ટર કરો.
5. હવે આ પોર્ટલ પર લૉગિન કરી ને Apply For the Scheme પર ક્લિક કરો.
6. હવે આ યોજના માટે નું ફોર્મ ખુલશે, ફોર્મમાં તમામ ફરજિયાત માહિતી ભરો.
7. તમામ સંબંધિત દસ્તાવેજો અપલોડ કરો, નિયમો અને શરતો સાથે સંમત થાઓ અને ફોર્મ સબમિટ કરો.
8. અરજી સબમિટ થઈ જાય, એક એપ્લિકેશન નંબર જનરેટ થાય છે જે ભવિષ્યના સંદર્ભ માટે નોધી લો.
આ રીતે તમે ગો-ગ્રીન યોજના(Go Green Yojana Gujarat) હેઠળ ઈલેક્ટ્રીક સ્કૂટર ખરીદવા પર સબસિડી મેળવવા માટે સરળતાથી અરજી કરી શકો છો.
ઈલેક્ટ્રીક સ્કૂટર ખરીદી પર સબસિડી મેળવવા માટે જરૂરી દસ્તાવેજ
- કારખાના/કંપનીના લેટર પેડ ઉપર તૈયાર કરલું બોનાફાઈડ સર્ટિર્ફકેટ (લાગુ પડતું હોય તો)
- આધારકાર્ડ
- ખરીદીનું માન્ય બિલ
- પાસપોર્ટ સાઈઝનો ફોટો
- પાન કાર્ડ
- બેંક ની વિગત
- લેબર વેલફેર ફંડ એકાઉન્ટ નંબર (લાગુ પડતું હોય તો)
- જરૂરિયાત મુજબ અન્ય કોઈપણ દસ્તાવેજો
Electric Two Wheeler Subsidy – Gujarat Go Green Yojana હેઠળ સબસિડી મેળવવા નીચે જણાવેલી શરતોનું પાલન કરવાનું રહેશે
- સબસિડી ફક્ત FAME-2 અને GEDA દ્વારા માન્યતા પ્રાપ્ત ઈલેક્ટ્રીક સ્કૂટર મોડેલ્સ પર જ મળશે.
- મેક ઈન ઈન્ડિયા અને આત્મનિર્ભર ભારત હેઠળ ભારતમાં ઉત્પાદિત થયેલા વાહનો પર જ સબસિડી મળશે.
- એક વખતમાં ઓછામાં ઓછા 50 કિ.મી. ચાલી શકે તેવા લિથિયમ-આયન બેટરી વાળા મોડેલ્સ માટે જ સબસિડી મળશે. (મોટર અને વાહન અધિનિયમ હેઠળ માન્યતા પ્રાપ્ત અલગ ચાર્જિંગ સ્ટેશનની જરૂર નથી તેવા મોડેલ્સ)
- અરજદારે એક્સ-શોરૂમ કિંમતમાંથી સબસિડીની રકમ બાદ કર્યા પછી બાકીની રકમ ચૂકવવાની રહેશે.
- ઈલેક્ટ્રીક સ્કૂટરના વેચાણ પછી, સબસિડીની રકમ ડીલરના ખાતામાં સીધી જમા થશે.
- RTO, ROAD TAX ની રકમ ડીલરને પરત કરવામાં આવશે.
સબસિડી મેળવવા માટે માન્યતા પ્રાપ્ત ઈલેક્ટ્રીક સ્કૂટર મોડેલ્સ
નંબર | કંપની નું નામ | ઈલેક્ટ્રીક બાઇક મોડેલ |
---|---|---|
1 | Ampere Vehicles Private limited | ZEAL |
2 | Okinawa autotech private limited | RIDGE+ |
3 | Okinawa autotech private limited | Praise Pro |
4 | Hero Electric Vehicles Private limited | Photon LP |
5 | Hero Electric Vehicles Private limited | NYX Pro |
6 | Hero Electric Vehicles Private limited | Optima Pro |
7 | Jitendra New Ev Tech Pvt. Ltd | JMT1000HS |