Flour Mill Sahay Yojana : ઘરઘંટી સહાય યોજના | મેળવો ₹15,000 ની આર્થિક સહાય
દેશની મહિલાઓને આત્મનિર્ભર અને સશક્ત બનાવવાના ઉદ્દેશ્ય સાથે કેન્દ્ર સરકાર દ્વારા ફ્રી ફ્લોરમિલ સહાય યોજના શરૂ કરવામાં આવી છે. જેમાં મહિલાઓ પોતાના ઘરે ઘરઘંટી મશીનથી નાનો એવો ધંધો શરૂ કરી શકે છે. ફ્રી ઘરઘંટી સહાય યોજના માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આગળ ઘંટીની કિંમત ₹15,000 સુધીની રહેશે.
Flour Mill Sahay Yojana દ્વારા મહિલાઓ પોતાના ઘરે બેઠા જ રોજગાર મેળવી શકે છે. મહિલાઓને ફ્રી ઘરઘંટી યોજના અંતર્ગત ઓનલાઇન અરજી કરી શકે છે અને મફત માં ઘરઘંટી પ્રાપ્ત કરી તેમનો નાનો વ્યાપાર શરૂ કરીને આવક કમાવી શકે છે.
શું છે આ ફ્રી ઘરઘંટી સહાય યોજના ?
કેન્દ્ર સરકાર પ્રથમ ફ્રી ફ્લોરમીલ યોજના હેઠળ દેશના ગ્રામીણ વિસ્તારમાં રહેતી મહિલાઓને મશીન વિતરણ કરવામાં આવશે. જેમાં મહિલાઓને 100% સબસિડી પર ઘરઘંટી આપવામાં આવશે. આ ઘરઘંટી ગ્રામીણ વિસ્તારમાં મહિલાઓની આર્થિક સ્થિતિ સુધારવામાં ઘણી મદદ કરશે.
ઘરઘંટી સહાય યોજનાનો મુખ્ય હેતુ
રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી ઘરઘંટી યોજનાનો મુખ્ય હેતુ ગરીબીને દૂર કરી આત્મનિર્ભર બનવાનો છે. ફ્રી ઘરઘંટી સહાય યોજના હેઠળ ગુજરાતમાં રહેતા આર્થિક રીતે નબળા વર્ગના લોકો પોતાનો વ્યવસાય શરૂ કરી આર્થિક વિકાસ કરવાનો છે.
ફ્લોરમીલ સહાય યોજનામાં મળતા લાભ
- ફ્લોર મિલ સહાય યોજના દ્વારા આર્થિક રીતે નબળા વર્ગના લોકોને ઘરઘંટી લાવવા માટે કુલ રૂપિયા 15,000 ની આર્થિક સહાય આપવામાં આવે છે.
- સરકારની આ યોજનાનો લાભ બીપીએલ અથવા રેશનકાર્ડ યાદીમાં આવતા લોકોને મળી શકે છે.
- આ ઘરઘંટી મેળવીને લોકો પોતાનું નવું વ્યવસાય શરૂ કરી શકે છે.
ફ્રી ઘરઘંટી સહાય યોજના ની અરજી કરવા જરૂરી દસ્તાવેજ
- આધારકાર્ડ
- રેશનકાર્ડ
- ચૂંટણી કાર્ડ
- બેંક પાસબુક
- આવકનો દાખલો
ઘરઘંટી સહાય યોજના માટેની પાત્રતા
- ઘરઘંટી સહાય યોજનામાં અરજી કરનાર વ્યક્તિ ગુજરાત રાજ્યનો કાયમી રહેવાસી હોવો જોઈએ.
- અરજી કરનાર ની ઉંમર 18 વર્ષથી વધારે હોવી જોઈએ.
- અરજી કરનાર પાસે બીપીએલ રેશનકાર્ડ હોવું જોઈએ.
- વ્યક્તિ આર્થિક રીતે પછાત વર્ગનો હોવો જોઈએ.
- અરજી કરનારની વ્યક્તિ વાર્ષિક આવક રૂપિયા 1,20,000 થી ઓછી હોવી જોઈએ.
Flour Mill Sahay Yojana ની અરજી પ્રક્રિયા
- સૌપ્રથમ માનવ કલ્યાણ ની વેબસાઈટ Commissioner of Cottage and Rural Industries (gujarat.gov.in) પર જાઓ.
- તેના પર તમને New Registration નો ઓપ્શન મળશે તેના પર ક્લિક કરો.
- અહીં તમને માંગવામાં આવેલી તમામ માહિતી ભરો અને Submit કરો.
- હવે તમારા મોબાઈલ નંબર પર તમે ID અને PASSWORD આપવામાં આવશે તેના દ્વારા લોગીન કરો.
- અહીં તમને માનવ કલ્યાણ યોજના તેઓ લખેલું આવશે તેના પર ક્લિક કરો ત્યાર પછી નીચે ok નો ઓપ્શન આપેલો છે તેના પર ક્લિક કરો.
- હવે અહીં માંગવામાં આવેલી જરૂરી માહિતી ભરો અને જરૂરી દસ્તાવેજ અપલોડ કરો.
- હવે આ તમામ માહિતી ભરાઈ ગયા પછી છેલ્લે સબમિટ બટન પર ક્લિક કરો.