રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના | National Family Benefit Scheme (NFBS) 2024

રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના 2024 (National Family Benefit Scheme): આ યોજના હેઠળ ગરીબ કુટુંબ પરિવારની મુખ્ય કમાનાર વ્યક્તિ સ્ત્રી કે પુરુષનું કુદરતી સંજોગોમાં કે અકસ્માતને કારણે મૃત્યુ થાય તો તેવા કિસ્સામાં ₹20,000 ની કેન્દ્રીય સહાય મળે છે.

ગુજરાત સરકાર તથા ભારત સરકાર દ્વારા નાગરિકોના હિતમાં અનેક યોજનાઓ શરૂ કરવામાં આવી છે. ગરીબ પરિવાર માં જ્યારે કોઈ કમાનાર વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે તેના પરિવાર પર મોટી આફત આવી પડે છે.

સરકાર દ્વારા આ આફત માં આવા પરિવારોને મદદ કરવા માટે આર્થિક સહાય આપવામાં આવે છે. તે માટે સરકારે સંકટ મોચન યોજના એટલે કે રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના શરૂ કરવામાં આવી છે. તો ચાલો જાણીએ આ યોજના વિશે વિસ્તૃત માહિતી.

રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના 2024 (સંકટ મોચન યોજના)

રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના (સંકટ મોચન યોજના)

રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના અંતર્ગત, નિયામક, સમાજ સુરક્ષા ગુજરાત સરકાર દ્વારા ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબના મુખ્ય કમાઉ વ્યક્તિ મૃત્યુ પામે ત્યારે એમના ઘરના સભ્યોને આર્થિક મદદ માટે રૂપિયા 20,000/- ની સહાય આપવામાં આવે છે.

આ સહાય નીચે પ્રમાણે ના કિસ્સા માં આપવામાં આવે છે.

  1. કુદરતી સંજોગોને કારણે મૃત્યુ થયું હોય તેવા કિસ્સામાં રૂ. 20,000/-
  2. અકસ્માતને કારણે મૃત્યુ થયું હોય તેવા કિસ્સામાં રૂ. 20,000/-

રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજનાનો લાભ કોને મળી શકે?

  • ભારત સરકારે નક્કી કરેલ ધોરણો મુજબ ગરીબી રેખાનો સ્કોર 0 થી 20 ની વચ્ચે (BPL Card ધારક ) હોય તેવા કુટુંબ પરિવાર આ સહાય મેળવવા પાત્ર છે.
  • કુટુંબનો મુખ્ય કમાનાર વ્યક્તિ (સ્ત્રી કે પુરુષનું) કુદરતી રીતે કે અકસ્માતમાં મૃત્યુ થયેલ હોવું જોઇએ.
  • મૃત્યુ પામનાર પુરુષ કે સ્ત્રીની ઉંમર ૧૮ થી વધુ અને ૬૦ વર્ષથી ઓછી હોવી જોઈએ .
  • સ્વજનના મૃત્યુ પછીના 2 વર્ષની સમય મર્યાદામાં અરજી કરવાની રહેશે.

રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના માટે અરજી ક્યાં કરશો?

મૃત્યુ પામેલ વ્યક્તિના વારસદાર Rashtriya Kutumb Sahay Yojana એટલે કે સંકટ મોચન યોજના માં અરજી કરવા માટે નીચે જણાવેલા સ્થળે અરજી કરી શકશે.

  • ગ્રામ પંચાયત ઈ-ગ્રામ સેન્ટર ખાતે.
  • જનસેવા કેન્દ્ર
  • પ્રાંત કચેરી
  • મામલતદારશ્રીની કચેરી
  • કલેકટરશ્રીની કચેરી સમાજસુરક્ષા શાખા.

અરજીનું ફોર્મ ક્યાંથી મળશે?

  • જિલ્લા કલેકટર કચેરી.
  • મામલતદાર કચેરીથી આ અરજી પત્રક વિનામૂલ્યે મેળવી શકાશે.
  • ગ્રામ્ય કક્ષાએથી (V.C.E.) ગ્રામ પંચાયતથી અરજી ઓનલાઈન કરી શકાય છે.
  • આપેલી લીન્ક પરથી ફોમ ડાઉનલોડ કરી શકાશે. ફોર્મ અહીથી ડાઉનલોડ કરો.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ 

  • મૃત્યુ પામનાર વ્યક્તિના મરણનું પ્રમાણપત્ર
  • મૃત્યુ પામનાર વ્યક્તિના ઉંમરનો પુરાવો
  • ગરીબી રેખા ની યાદી પર નામ હોવાનું પ્રમાણપત્ર
  • રેશનકાર્ડ ની નકલ
  • બેન્ક એકાઉન્ટ વિગત

રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના હેઠળ મળવાપાત્ર લાભ

કુદરતી કે અકસ્માતે મૃત્યુ પામનારના કુટુંબને રૂ.૨૦,૦૦૦/- ની સહાય એક વખત આપવમાં આવે છે. આ સહાય ની રકમ ડી.બી.ટી દ્વારા લાભાર્થીનાં પોસ્ટ અથવા બેંક એકાઉન્ટમાં ચુકવવામાં આવે છે.

અરજી નામંજૂર થાય તો શું કરશો?

સરકાર દ્વારા સંકટ મોચન યોજના એટલે કે રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના માટે ની અરજી મંજુર/નામંજુર કરવાની સત્તા મામલતદારને સોંપવામાં આવેલ છે. તેમ છતાં જો અરજી નામંજુર કરવામાં આવે તો તે અરજી અંગે ૬૦ દિવસની અંદર પ્રાંત અધિકારીશ્રીને અપીલ અરજી કરી શકો છો.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *