Godown Sahay Yojana | Mukhya Mantri Paak Sangrah Structure Yojana 2024

Godown sahay yojana: ગુજરાત સરકાર દ્વારા ખેડુતોને પાક સંગ્રહ માટે ગોડાઉન સહાય યોજના માં શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ ખેડૂતો ને કમોસમી વરસાદ તથા કુદરતી આપદાઓથી પાક ને બચાવવા માટે પાક સંગ્રહ ગોડાઉન બનાવવા રૂપિયા ૭૫૦૦૦ સુધીની સહાય આપવામાં આવશે.

નોધ: અરજી કરવાની તારીખ તા 18/06/2024 થી 25/06/2024 સુધી છે.

ગોડાઉન સહાય યોજના ગુજરાત – Godown Sahay Yojana 2024

Godown Sahay Yojana નો મુખ્ય ઉદ્દેશ અચાનક આવતા વરસાદ તેમજ અન્ય કુદરતી આફતોથી પાકના રક્ષણ માટે ખેડૂતોને પાક સંગ્રહ ગોડાઉન બનાવવા રૂપિયા 75000 ની સહાય આપવાનો છે

યોજના નું નામ:મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર (ગોડાઉન) યોજના ગુજરાત.
યોજના નો વિભાગ:કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
યોજના નો હેતુ:ખેડૂતોને પાક સંગ્રહ માટે ગોડાઉન બનાવવા આર્થિક સહાય
સહાય:75000/- રૂપિયા
લાભાર્થી:પોતાની જમીન ધરાવતા તમામ ખેડૂતો
અરજીનો પ્રકાર:ઓનલાઇન
સત્તાવાર વેબસાઇટ:https://ikhedut.gujarat.gov.in/

મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર (ગોડાઉન) યોજના ની વિગતવાર માહિતી

Mukhya Mantri Paak Sangrah Structure Yojna ૧૦૦% રાજ્ય પુરસ્કૃત યોજના છે. રાજ્યના દરેક ખેડૂતોને, ભલે તેમનો પાક સારો થયો હોય, પણ કમોસમી વરસાદ,વાવાઝોડું, વધુ વરસાદ અને અન્ય પરિબળોની અસર થી પાક ની ગુણવત્તા પર ખરાબ અસર પડે છે. તે ઉપરાંત, લાંબાસમય સુધી પાક ને રાખવા માટે યોગ્ય વ્યવસ્થા ના હોવાને લીધે પાક બગડી જાય છે.

પાક બચવાવા માટે ખેડૂતોને યોગ્ય સંગ્રહ ની સગવડ મળી રહે તો પાક લાંબા સમય સુધી સુરક્ષિત રહી શકે. પાક સંગ્રહ માટે ગોડાઉન ઉપલબ્ધ કરવવાથી ખેડૂતોના પાક ની ગુણવત્તા જળવાઈ રહે અને યોગ્ય સમયે વેચી શકે. જેથી તેમને આર્થિક રીતે ફાયદો થાય અને ખેતી વધુ નફાકારક બને. આ હેતુથી રાજ્ય ના ખેડૂતો ને પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનવવા માટે સહાય આપવાની યોજના ૨૦૨૦-૨૧ થી શરૂ કરવામાં આવી છે.

ગોડાઉન સહાય યોજના નો લાભ લેવા માટેની શરતો

ગોડાઉન પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાનો લાભ લેવા માટે અરજી કરતાં ઉમેદવારોએ નીચે મુજબની પાત્રતા અને શરતોનું પાલન કરવું જરૂરી છે 

શરતો

  • રાજ્યનો કોઈ પણ ખેડૂત આ યોજનાનો લાભ લઈ શકે છે
  • દરેક ખેડૂતને આજીવન એક વખત ખાતાદીઠ સહાય મળશે.
  • યોજનાનો લાભ લેવા માટે સૌપ્રથમ ખેડૂતોએ iKhedut પોર્ટલ પર અરજી ફોર્મ ભરવું પડશે 
  • આ યોજના હેઠળ ખેડૂતે પોતાની જમીનમાં ઓછામાં ઓછું 330 ચોરસફૂટ વિસ્તારનું ગોડાઉન બનાવવાનું રહેશે 
  • યોગ્ય વેન્ટિલેશન રહે તે માટે ગોડાઉન ની ઊંચાઈ ઓછામાં ઓછી 12 ફૂટ કે તેથી વધુ હોવી જોઈએ 
  • વેરહાઉસ (ગોડાઉન) ની છત ગેલ્વેનાઈઝ સીટ સિમેન્ટના પતરા કે નળિયા થી બનાવી શકાય. RCC છત લાભાર્થી પોતાના સ્વખર્ચે બનાવી શકે છે
  • ગોડાઉન બનાવ્યા પછી ખેડૂતને કુલ ખર્ચના 50% સુધી અથવા 75000/- જે ઓછું હોય તે સબસીડી તરીકે મળશે.

ગોડાઉન સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • લાભાર્થીની આધાર કાર્ડ ની નકલ 
  • રેશનકાર્ડ ની નકલ
  • જો ખેડૂત સંયુક્ત ખાતેદાર હોય તો અન્ય ખાતેદારના સંમતિપત્ર 
  • ગોડાઉન બાંધકામ સંબંધિત આધાર પુરાવા
  • ખેડૂતના અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનું પ્રમાણપત્ર (લાગુ પડતું હોય તો)
  • વિકલાંગ ખેડૂત માટે વિકલાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય તો)
  •  અરજદારની જમીનના ૭/૧૨ અને ૮-અ ની નકલ 
  • લાભાર્થીના બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ

ગોડાઉન સહાય યોજના 2024 માટે અરજી કેવી રીતે કરવી?

જો તમે પણ ગોડાઉન સહાય યોજના ગુજરાત 2024 હેઠળ અરજી કરવા માગતા હોવ તો નીચે પ્રમાણેની પ્રક્રિયા અનુસરો.

1. સૌપ્રથમ ikhedut.gujarat.gov.in વેબસાઇટ પર જાઓ.

2. હવે iKhedut પોર્ટલ પર યોજનાઓ વિકલ્પ પર ક્લિક કરો.

yojana

3. ત્યારબાદ ખેતીવાડી વિષયક યોજનાઓ વિકલ્પ પસંદ કરો.

ખેતીવાડી વિષયક યોજનાઓ

4. હવે પાક સંગ્રહ સ્ટ્રક્ચર (ગોડાઉન) યોજના પસંદ કરો

5. તમામ જરૂરી સુચનાઓ વાંચી અરજી કરો વિકલ્પ પર ક્લિક કરો.

pak sangrah structure- godown yojana

6. ત્યારબાદ બધી સૂચનાઓ અને ફોર્મ ભરવાના સ્ટેપ્સ વિષે વાંચો અને તમે અગાઉ પહેલા રજીસ્ટ્રેશન કરેલ હોય તો હા નહીંતર ના પર ક્લિક કરો

ગોડાઉન સહાય યોજનામાં અરજી કરવા માટે જરૂરી સૂચનાઓ

 7. હવે નવું ફોર્મ ખુલશે તમામ જરૂરી વિગતો ભરો.

ગોડાઉન સહાય યોજનાનું અરજી ફોર્મ ભરો

 8. ત્યારબાદ SAVE and NEXT પર ક્લિક કરો.

 9. હવે તમામ જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો અને Confirm પર ક્લિક કરો.

તમારી અરજી સફળતાપૂર્વક સબમિટ થઈ ગઈ છે.

Godown Sahay Yojana: અરજી પછી ની પ્રક્રિયા

ગોડાઉન યોજના હેઠળ ઓનલાઇન અરજી કર્યા પછી અરજીની ચકાસણી કરી અને નિયમો મુજબ અરજી મંજૂર કરવામાં આવે છે ત્યાર પછી આ અંગેની જાણ લાભાર્થીને કરવામાં આવે છે. એક વાર મંજૂરી મળ્યા પછી જ ગોડાઉન બાંધવાની પ્રક્રિયા શરૂ કરી શકાય છે. ખેતીવાડી વિભાગના નક્કી થયેલા ધોરણ મુજબ બાંધકામ પૂર્ણ કર્યા પછી જરૂરી દસ્તાવેજો જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરીમાં જમા કરાવ્યા પછી જ ખેડૂતના ખાતામાં સબસીડી ની રકમ જમા થાય છે 

FAQ: વારંવાર પૂછાતા પ્રશ્નો

પાક સંગ્રહ સ્ટ્રક્ચર (ગોડાઉન) બનાવવા માટે કેટલી સહાય મળે છે?

પાક સંગ્રહ સ્ટ્રક્ચર (ગોડાઉન) બનાવવા માટે કુલ ખર્ચ ના 50% અથવા મહત્તમ 75000/- રૂપિયા સુધી સહાય મળે છે.

પાક સંગ્રહ ગોડાઉન માટે અરજી ક્યાં કરવી?

પાક સંગ્રહ ગોડાઉન માટે તમારે ikhedut પોર્ટલ https://ikhedut.gujarat.gov.in/ પરથી અરજી કરવી.

ગોડાઉન યોજના હેઠળ કોને સહાય મળવાપાત્ર છે?

પોતાની જમીન ધરાવતા ગુજરાતના તમામ ખેડૂતો ને ગોડાઉન યોજના હેઠળ સહાય મળવા પાત્ર છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *