પશુ ખાણદાણ સહાય યોજના: Pashu Khandan Sahay Yojana 2024
Pashu Khandan Sahay Yojana 2024: પશુપાલકો માટે ખુશખબર: ગુજરાત સરકાર દ્વારા રાજ્યના પશુપાલકોને મદદ કરવા માટે પશુ ખાણદાણ સહાય યોજના શરૂ કરવામાં આવી છે આ યોજનાનો મુખ્ય હેતુ પશુપાલકોના પશુઓના પોષણ અને સ્વાસ્થ્યમાં સુધારો કરવાનો છે. આ માટે ગુજરાત સરકારે મુખ્યત્વે બે પેટાયોજનાઓ બહાર પાડી છે
- પશુપાલકોના ગાભણ પશુઓને (ગાય/ભેંસ) ખાણદાણ સહાય – મફત 150 કિલોગ્રામ ખાણદાણ સહાય
- પશુપાલકોના પશુઓ (ગાય/ભેંસ) ના વિયાણ બાદ ખાણદણ સહાય – મફત 150 કિલોગ્રામ ખાણદાણ સહાય
Pashu Khandan Sahay Yojana 2024
ખેતી અને પશુપાલન બંને એકબીજા સાથે સંકળાયેલા છે. ગુજરાત સરકાર ખેડૂતો અને પશુપાલકોના વિકાસ માટે વિવિધ યોજનાઓ ચલાવે છે. સરકારનું “ikhedut portal” ખેડૂત અને પશુપાલકો માટે બનાવાયુ છે .
આ આર્ટીકલ માં આપણે પશુપાલન વિભાગની Pashu Khandan Sahay Yojana 2024 વિશે માહિતી મેળવીશું.
જેમાં ગાભણ પશુઓને 150 કિલોગ્રામ ખાણદાણ મફત મળશે તથા પશુના વિયાણ બાદ 150 કિલોગ્રામ ખાણદાણ મફત મળશે.
પશુ ખાણદાણ સહાય યોજનાઓની વિગતવાર માહિતી
યોજનાનું નામ: | પશુપાલકોના ગાભણ પશુઓને (ગાય/ભેંસ) ખાણદાણ સહાય | પશુપાલકોના પશુઓ (ગાય/ભેંસ) ના વિયાણ બાદ ખાણદણ સહાય |
યોજનાનો ઉદેશ | આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ પશુપાલકોને આર્થિક સહાય કરી ગાભણ પશુઓને ગુણવત્તા યુક્ત અને પોષણયુક્ત આહાર આપવાનો છે. | આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ પશુપાલકોને આર્થિક સહાય કરી અને દુધાળા પશુઓને ગુણવત્તા યુક્ત અને પોષણયુક્ત આહાર આપી દૂધ ઉત્પાદકતામાં વધારો કરવાનો છે |
સહાય | મફત 150 કિલોગ્રામ ખાણદાણ સહાય આપવામાં આવશે. | મફત 150 કિલોગ્રામ ખાણદાણ સહાય આપવામાં આવશે. |
અધિકૃત વેબસાઇટ | https://ikhedut.gujarat.gov.in/ | https://ikhedut.gujarat.gov.in/ |
લાભાર્થી | ગુજરાત રાજ્ય ના પાત્રતા ધરાવતા તમામ પશુપાલકો | ગુજરાત રાજ્ય ના પાત્રતા ધરાવતા તમામ પશુપાલકો |
અરજી નું માધ્યમ | ઓનલાઇન | ઓનલાઇન |
અરજી કરવાની છેલ્લી તારીખ | તા-15/06/2024 થી 15/07/2024 સુધી | તા-15/06/2024 થી 15/07/2024 સુધી |
આ યોજનાથી કોને લાભ મળશે, કયા ડોક્યુમેન્ટ જોઈએ અને કેવી રીતે અરજી કરવી એ જાણીશું.
મફત પશુ ખાણદાણ સહાય યોજના નો લાભ કોને મળશે?: પાત્રતા
પશુ ખાણદાણ સહાય યોજના 2024 નો લાભ મેળવવા માટે પશુપાલક કેટલીક પાત્રતા ધરાવતો હોવો જોઈએ જે નીચે પ્રમાણે છે.
- આ યોજનાનો લાભ ગુજરાત રાજ્ય ના તમામ પશુપાલકોને (આર્થિક રીતે નબળા, SC/ST, OBC, અને સામાન્ય જાતિના) લાભ મળશે
- લાભાર્થી ગુજરાત રાજ્યનો નાગરિક હોવો જોઈએ
- લાભાર્થી પશુપાલક હોવો જોઈએ
- પશુપાલક પાસે પોતાની ગાય-ભેંસ હોવા જોઈએ
- આ યોજનાનો લાભ મેળવવા પશુપાલકે iKhedut પોર્ટલ પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે
- વાર્ષિક પ્રતિ પશુ પ્રતિ પશુપાલક (કુટુંબ) દીઠ એક વખત સહાય મળવાપાત્ર છે
- રાજ્ય સરકાર શ્રી દ્વારા નિયત થયેલ ખાણદાણના ભાવે જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ દ્વારા ઉત્પાદિત થયેલ ખાણદાણ વિતરણ કરવાનું રહેશે
Documents Required for Pashu Khandan Sahay Yojana : કયા કયા ડોકયુમેંટ જોઈએ?
પશુ ખાણદાણ સહાય યોજના અંતર્ગત પશુપાલકોને ગાભણ પશુઓ માટે 150 કિલોગ્રામ ખાણદાણ સહાય તથા વિયાણ બાદ પશુઓ માટે 150 kg ખાણદાણ ની સહાય મળશે. જે માટે ઓનલાઇન અરજી કરવા નીચે મુજબના ડોક્યુમેન્ટ જોઈશે.
- આધારકાર્ડની નકલ
- રેશનકાર્ડની નકલ
- જો પશુપાલક લાભાર્થી SC કે ST જાતિનો હોય તો જાતિનું પ્રમાણપત્ર
- જો પશુપાલક દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર
- આધાર નંબર સાથે જોડાયેલ બેંક એકાઉન્ટ
- કેટલા પશુઓ ધરાવો છો, તેનો દાખલો
- છેલ્લે કેટલા વર્ષમાં લાભ લીધો છે?તેની વિગતો
- સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો
- દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)
- મોબાઈલ નંબર
પશુ ખાણદાણ સહાય યોજના માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?
1. સૌપ્રથમ ગૂગલમાં iKhedut ટાઈપ કરી સર્ચ કરો.
2. હવે ગૂગલ સર્ચમાં જે રીઝલ્ટ આવે તેમાંથી આ https://ikhedut.gujarat.gov.in/ વેબસાઈટ ખોલો.
3. iKhedut પોર્ટલ ખોલ્યા બાદ યોજના વિકલ્પ પર ક્લિક કરો.
4. યોજના પર ક્લિક કર્યા પછી પશુપાલનની યોજનાઓ વિકલ્પ પસંદ કરો.
5. હવે ત્યાં વિવિધ પશુપાલનની યોજનાઓ બતાવશે .જેમાં જાતિ-વાઈઝ જે યોજના લાગુ પડતી હોય તે યોજના પસંદ કરો.
દાખલા તરીકે
- DMS-1(અ. જ. જા.) ST જાતિના પશુપાલકોના ગાભણ પશુઓને (ગાય/ભેંસ) ખાણદાણ સહાય
- DMS-1(અ.જા.) SC જાતિના પશુપાલકોના ગાભણ પશુઓને (ગાય/ભેંસ) ખાણદાણ સહાય
- DMS-1(સામાન્ય) સામાન્ય જાતિના પશુપાલકોના ગાભણ પશુઓને (ગાય/ભેંસ) ખાણદાણ સહાય
6. લાગુ પડતી યોજના પસંદ કર્યા પછી તેની સામે અરજી કરો વિકલ્પ પર ક્લિક કરો.
7. ત્યારબાદ તમને પૂછવામાં આવશે કે તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જો રજીસ્ટ્રેશન કરેલ હોય તો હા અને ના કર્યું હોય તો ના કરવાનો રહેશે.
8. જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધાર કાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ CAPTCHA નાખીને અરજી કરવાની રહેશે.
9. લાભાર્થીએ iKhedut પર રજીસ્ટ્રેશન કરેલ ના હોય તો ના સિલેક્ટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે
10. હવે લાભાર્થીએ ઓનલાઇન એપ્લિકેશનમાં સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી સેવ કરો પર ક્લિક કરવાનું રહેશે
11. ત્યારબાદ લાભાર્થી ફરીથી વિગતો ચેક કરીને અરજી કન્ફર્મ કરવાની રહેશે એકવાર અરજી કન્ફર્મ થયા બાદ અરજી નંબરમાં કોઈ સુધારો કે વધારો થશે નહીં તેની નોંધ લેવી.
ઓનલાઈન અરજી કર્યા બાદ શું કરવું ?
- ઓનલાઇન અરજી કર્યા પછી લાભાર્થીએ પોતાની અરજીના પ્રિન્ટ કઢાવી લેવી.
- પશુપાલકોઓએ પોતાની પ્રિન્ટ મેળવ્યા બાદ સંબંધિત અધિકારીઓના સહી-સિક્કા કરાવવાના રહેશે.
- ત્યારબાદ, ikhedut Portal પર માંગ્યા મુજબના Document અપલોડ કરવાના રહેશે.
- આમ, સફળતાપૂર્વક ઓનલાઈન અરજી થયેલી માન્ય ગણાશે.