PM Surya Ghar Yojana 2024 | પીએમ સૂર્ય ઘર યોજના: સબસિડી અને ઓનલાઇન રજિસ્ટ્રેશન માહિતી
PM Surya Ghar Yojana 2024: લોકસભાની ચૂંટણી પહેલાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પીએમ સૂર્ય ઘર યોજના શરૂ કરવાનું એલાન કર્યુ હતુ. આ યોજનાનો ઉદ્દેશ 1 કરોડ પરિવારોને દર મહિને 300 યુનિટ સુધી મફત વિજળી આપવાનો છે. પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના હેઠળ સરકાર ઘરો પર સોલર પેનલ લગાવવા માટે સબસિડી આપે છે. આ યોજનામાં સરકારનું75000 કરોડના રોકાણ સાથે દર મહીને 300 યુનિટ સુધી મફત વિજળી આપવાનું લક્ષ્ય છે. આ યોજનાના માધ્યમથી મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારોને મોંઘા વીજળી બિલથી રાહત મળશે.
જો તમે પણ પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજનાનો લાભ લેવા માંગતા હોવ તો તમારે તમારા ઘરની છત પર સોલાર પેનલ લગાવવી પડશે. સોલાર પેનલ લગાવવાનો કેટલો ખર્ચ આવશે અને કેટલી સબસિડી મળશે, આ તમામ માહિતી આ આર્ટિકલમાં જણાવીશું. જેથી તમે સરળતાથી PM Surya Ghar Yojana અંતર્ગત ઓનલાઈન અરજી કરી શકો. તો ચાલો જાણીએ PM સૂર્ય ઘર વિજળી યોજના વિશે.
PM Surya Ghar Yojana 2024
કેન્દ્રિય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરી 2024એ બજેટ રજૂ કરતા પીએમ સૂર્ય ઘર યોજના શરૂ કરવાની જાહેરાત કરી. માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી કે પીએમ સૂર્ય ઘર યોજનાના માધ્યમથી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી આપવામાં આવશે. જેના હેઠળ લોકો પોતાનાં ઘરની છત પર સોલર પેનલ લગાવશે જેથી તેમને દર મહિને 300 યુનિટ મફત વીજળીનો લાભ મળી શકશે. કેન્દ્ર સરકાર દ્વારા આ યોજનામાં માટે 75,000 કરોડ રૂપિયા કરતાં વધારેનું રોકાણ કરવામાં આવશે.
PM Surya Ghar Yojana દ્વારા એક કરોડ લોકોને વીજળીના બિલથી રાહત આપવામાં આવશે. આ યોજનાના અંતર્ગત, કોઈપણ ઈચ્છુક નાગરિક પોતાના ઘરની છત પર સોલર પેનલ લગાવવા માટે ઓનલાઇન અરજી કરી સબસિડીનો લાભ મેળવી શકશે.
યોજનાનું નામ: | PM સૂર્ય ઘર યોજના |
કોના દ્વારા શરૂ કરવામાં આવી: | પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા (ભારત સરકાર) |
ક્યારે શરૂ થઈ?: | 13 ફેબ્રુઆરી, 2024. |
વિભાગ: | ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી ડિપાર્ટમેંટ. |
લાભાર્થી: | દેશના નાગરિકો. |
ઉદ્દેશ્ય: | ઘરની છત પર સોલાર પેનલ લગાવી સ્વચ્છ ઉર્જાને પ્રોત્સાહન આપવા. |
લાભ: | 300 યુનિટ મફત વિજળી. |
અરજી પ્રક્રિયા: | ઓનલાઇન |
સત્તાવાર વેબસાઇટ: | https://www.pmsuryaghar.gov.in/ |
સોલર પેનલ લગાવવાનો કેટલો ખર્ચ થશે? (સબસીડી મળતા પહેલાં)
જો તમે પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ સોલર પેનલ લગાવવું માંગતા હો, તો તેના માટે ખર્ચ KW પ્રમાણે અલગ અલગ હોઈ શકે છે.
- જો તમે 1 કિલોવાટનું સોલર પેનલ લગાવશો, તો તેનું ખર્ચ અંદાજે 70 હજાર રૂપિયા થઈ શકે છે.
- જો તમે 2 કિલોવાટનું સોલર પેનલ લગાવશો, તો તેનો ખર્ચ લગભગ 1.4 લાખ રૂપિયા થઈ શકે છે.
- તે જ રીતે, જો તમે 3 કિલોવાટનું સોલર પેનલ લગાવશો, તો તેનું ખર્ચ અંદાજે 2 લાખ રૂપિયા થઈ શકે છે.
પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ કેટલી સબસિડી મળશે?
પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ પ્રતિ કિલોવોટ (kW) દીઠ 30000/- રૂપિયા સબસિડી મળે છે. જે મહત્તમ 2 kW કિલોવોટ સુધી છે.
જ્યારે 2 kW થી વધારે અને 3 kW સુધી મહત્તમ ₹18,000/- સબસિડી મળે છે.
3 kW અને તેના કરતા વધુ ક્ષમતાવાળી સોલાર સિસ્ટમ માટે કુલ સબસિડી ₹78,000/- સુધી મર્યાદિત છે.
તમે નીચેના ટેબલ દ્વારા સમજી શકશો
સરેરાશ માસિક વીજળી વપરાશ (યુનિટ) | યોગ્ય રૂફટોપ સોલર પ્લાન્ટની ક્ષમતા | સબસિડી (રૂપિયા) |
0-150 યુનિટ | 1 – 2 kW | 30,000 થી 60,000/- |
150-300 યુનિટ | 2 – 3 kW | 60,000 થી 78,000/- |
300 યુનિટથી વધુ | 3 kWથી ઉપર | 78,000/- |
PM સૂર્ય ઘર મફત વીજળી યોજનાનો લાભ (PM Surya Ghar Yojana)
- PM Surya Ghar Yojana” ના માધ્યમથી એક કરોડ લોકોને લાભ મળશે.
- આ યોજના દ્વારા લોકોને ઘરની છત પર સોલાર પેનલ લગાવીને મફત વીજળી પેદા થશે
- PM Surya Ghar Yojana અંતર્ગત સરકાર માન્ય વિક્રેતા દ્વારા સોલાર પેનલ ખરીદવા પર ₹78,000/- સુધી સબસિડી આપવામાં આવશે.
- આ યોજનામાં સોલાર પેનલ ખરીદવા માટે સરકાર દ્વારા બેન્કો મારફતે લોન ઉપલબ્ધ કરાવવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
- આ યોજના હેઠળ, દરેક પરિવાર માટે 300 યુનિટ સુધી વીજળી મફતમાં મળશે.
- જો તમે 300 યુનિટથી વધુ વીજળીનો ઉપયોગ કરો છો, તો તમારે ફક્ત વધારાના યુનિટ માટે ચૂકવણી કરવી પડશે.
- સૌર ઊર્જા એક સ્વચ્છ ઊર્જા સ્ત્રોત છે, જે પ્રદૂષણને ઓછું કરવામાં મદદ કરે છે.
- આ યોજના લોકોને ઊર્જા માટે આત્મનિર્ભર બનાવવા માટે મદદ કરે છે.
- સરકાર સોલર પેનલ લગાવવા માટે 40% સુધી સબસિડી પ્રદાન કરશે.
- આ યોજના દ્વારા સોલર પાવરથી બચેલી વીજળી વિતરણ કંપનીઓને વેચી શકાશે.
પીએમ સૂર્ય ઘર યોજનાનો લાભ લેવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
તમારે PM Surya Ghar Yojana માટે ઓનલાઈન અરજી કરવા નીચે મુજબના ડોક્યુમેન્ટ ની જરૂર પડશે.
- અરજદારનું આધાર કાર્ડ
- રાશનકાર્ડ
- લાઈટ બિલ
- બેંક ખાતા ની પાસબૂક..
- લાઈટ બિલ માં આપેલા કન્ઝ્યુમર નંબર
- અરજદાર નો મોબાઇલ નંબર
પીએમ સૂર્ય ઘર યોજના માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?
જો તમે પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજનાનો લાભ લેવા માંગતા હો તો તમારે ઓનલાઇન અરજી કરવી પડશે. ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા નીચે મુજબ છે.
Step 1: સૌ પ્રથમ તમારે પીએમ સૂર્ય ઘર યોજનાની સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે.
Step 2: વેબસાઇટનું હોમ પેજ ખુલે એટલે તમારે Apply for Rooftop Solar ઑપ્શન પર ક્લિક કરવાનું છે.
Step 3: હવે તમારે આ પેજ પર Register Here ઑપ્શન પર ક્લિક કરવાનું છે.
Step 4: ત્યારબાદ તમારે રજિસ્ટ્રેશન કરવા માટે Consumer Account Details ભરવી પડશે. જેમાં તમે તમારા રાજ્ય, જિલ્લો, વીજ વિતરણ કંપની પસંદ કરશો અને કન્ઝ્યૂમર અકાઉન્ટ નંબર દાખલ કરવો પડશે.
Step 5: હવે તમે CAPTCHA કોડ દાખલ કરી NEXT બટન પર ક્લિક કરો.
Step 6: હવે રજિસ્ટ્રેશન ફોર્મ ખુલશે. ત્યાં જરૂરી માહિતી ધ્યાન પૂર્વક ભરી.
Step 7:ત્યારબાદ માગવામાં આવેલા જરૂરી ડોક્યુમેન્ટ સ્કેન કરીને અપલોડ કરો.
Step 8: અને છેલ્લે સબમિટ ઑપ્શન પર ક્લિક કરો.
આ રીતે તમે સફળતાપૂર્વક પીએમ સૂર્યઘર યોજના અંતર્ગત ઘરે બેઠા ઓનલાઇન અરજી કરી શકો છો.