PM Ujjwala Yojana 2.0 | પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ મહિલાઓને મળશે મફતમાં LPG સિલિન્ડર

PM Ujjwala Yojana 2.0: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ 2016 માં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત દેશના ગરીબ વર્ગની તમામ મહિલાઓને મફત માં LPG ગેસ કનેક્શન સિલિન્ડર સાથે આપવામાં આવે છે 

અલગ અલગ રાજ્યમાં આ યોજના હેઠળ રાજ્ય સરકારો વિવિધ પ્રકારના લાભ આપે છે તાજેતરમાં પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના નો બીજો તબક્કો શરૂ થયો છે જેને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2.0 (PMUY) તરીકે ઓળખવામાં આવે છે 

જે મહિલાઓ હજુ સુધી આ યોજનાનો લાભ મેળવ્યો નથી તેઓ આ યોજના હેઠળ અરજી કરીને લાભ મેળવી શકે છે

આજે અમે તમને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2.0 વિશે સંપૂર્ણ માહિતી આપવાના છીએ. જો તમે PM Ujjwala Yojana 2.0 વિશે સંપૂર્ણ માહિતી મેળવવા માંગતાઓ તો આ આર્ટિકલ અંત સુધી વાંચો.

PM Ujjwala Yojana 2.0 | પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2.0 શું છે?

PM Ujjwala Yojana 2.0

ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં રહેતી ગરીબ મહિલાઓને સ્વચ્છ ઈંધણ ગેસ આપવાનો ઉદ્દેશ્ય રાખીને આ યોજના હેઠળ મફત ગેસ કનેક્શન આપવામાં આવે છે.

આ સાથે જ બીજી વખતથી ગેસ રિફિલ પર સરકાર તરફથી સબસીડી પણ મળે છે સબસીડી ની રકમ અલગ અલગ રાજ્યમાં અલગ હોય છે સબસીડી ની રકમ ન્યૂનતમ 200 રૂપિયાથી લઈને વધુમાં વધુ 450 રૂપિયા સુધી હોઈ શકે છે

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2.0 નો ઉદ્દેશ્ય

વર્ષોથી ઘરમાં ભોજન બનાવવા માટે કોલસા અને લાકડાનો ઉપયોગ થતો હતો જેનો ધુમાડો પરિવારના સભ્યોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે. આ સાથે આ પર્યાવરણ માટે પણ નુકસાનકારક હતું.

આ સમસ્યાઓને દૂર કરવા માટે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય દ્વારા પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના શરૂ કરવામાં આવી.

આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે વધુમાં વધુ પરિવારોને સ્વચ્છ ઈંધણ ઉપલબ્ધ કરાવવું જેથી મહિલાઓના જીવનધોરણ સુધરી શકે અને તેઓ આરોગ્ય સંબંધિત સમસ્યાઓથી બચી શકે

PM ઉજ્જવલા યોજના 2.0 ના લાભ અને વિશેષતાઓ

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના એ મહિલાઓ માટેની કલ્યાણકારી યોજના છે. આ યોજના હેઠળ ગ્રાહકોને મળતો લાભ નીચે પ્રમાણે છે.

  • મફત ગેસ કનેક્શનઃ PMUY હેઠળ મહિલાઓને મફત ગેસ કનેક્શન મળે છે.
  • મફત ગેસ ચુલો અને પ્રથમ રિફિલ: આ યોજના હેઠળ અરજદાર મહિલા ને મફત ગેસ ચુલો અને પ્રથમ ભરેલો ગેસ સિલિન્ડર આપવામાં આવે છે.
  • સબસિડી: ગેસ રિફિલ સબસિડી આપવામાં આવે છે, અલગ અલગ રાજ્યમાં સબસીડીની રકમ અલગ અલગ હોઈ શકે છે.

અ કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી આ એક મહત્વપૂર્ણ યોજના છે

PMUY 2.0 સાથે કનેક્શન મેળવવા માટે પાત્રતાના માપદંડ

  • નીચેનામાંથી કોઈપણ કેટેગરીની પુખ્ત વય ની મહિલા – SC, ST, પ્રધાન મંત્રી આવાસ યોજના (ગ્રામીણ), સૌથી પછાત વર્ગો (MBC), અંત્યોદય અન્ના યોજના (AAY), Tea and Ex- Tea Garden tribes, વનવાસીઓ, અહીં રહેતા લોકો 14-પોઇન્ટની ઘોષણા અનુસાર SECC પરિવારો (AHL TIN) અથવા કોઈપણ ગરીબ પરિવાર હેઠળ નોંધાયેલા ટાપુઓ અને નદી ટાપુઓ.
  • આ યોજના માટે ફક્ત મહિલાઓ જ અરજી કરી શકે છે
  • અરજદાર મહિલા ભારતની મૂળ નિવાસી હોવી જોઈએ
  • મહિલાની ઉંમર 18 વર્ષથી ઓછી ન હોવી જોઈએ
  • જો મહિલા ગ્રામ્ય વિસ્તારની હોય તો તેના પરિવારની વાર્ષિક આવક ₹1,00,000 થી વધુ ન હોવી જોઈએ અને જો મહિલા શહેરી વિસ્તારમાં રહેતી હોય તો તેના પરિવારની વાર્ષિક આવક ₹2,00,000 થી વધુ ન હોવી જોઈએ
  •  અરજદારના પરિવારમાં કોઈપણ OMC તરફથી અન્ય કોઈ એલપીજી કનેક્શન ન હોવું જોઈએ

PM Ujjwala Yojana 2.0 માટે જરૂરી દસ્તાવેજ

  •  આધાર કાર્ડ
  •  સરનામા નો પુરાવો
  •  રેશનકાર્ડ
  •  આવક પ્રમાણપત્ર
  •  મોબાઈલ નંબર
  •  બેન્ક ખાતાની પાસબુક
  •  પાસપોર્ટ સાઇઝ ફોટો

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2.0 માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

1. સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ પર જાવ. https://www.pmuy.gov.in/

    2. આ વેબસાઈટ ના હોમ પેજ પર દર્શાવેલી ઉજ્જવલા યોજના 2.0 વિકલ્પને પસંદ કરો

    3. હવે તમને 3 ગેસ કંપનીઓ (OMC) જોવા મળશે તેમાંથી કોઈ એક પસંદ કરો

    PMUY 2.0 - OMC list

    4. તમારો મોબાઈલ નંબર અને OTP નો ઉપયોગ કરીને રજીસ્ટ્રેશન કરો અને ફોર્મ મેળવો.

    5. આ ફોર્મમાં માગેલી તમામ માહિતી સારી રીતે ભરો.

    6. માગેલા તમામ જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.

     7. છેલ્લે સબમીટ પર ક્લિક કરો .

    પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2.0 નો ઉદ્દેશ્ય ગરીબ મહિલાઓને સ્વચ્છ ઈંધણ પૂરું પાડવું અને તેમના જીવન ધોરણમાં સુધારો લાવવાનો છે. આ યોજના હેઠળ મહિલાઓને મફત ગેસ કનેક્શન, ગેસ સ્ટવ અને ગેસ રીફિલ પર સબસીડી મળે છે. પાત્ર મહિલાઓ આ સરળ પ્રક્રિયાને અનુસરીને આ યોજનાનો લાભ મેળવી શકે છે

    Similar Posts

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *