પશુપાલકોને ચાફકટરની ખરીદી પર મળશે 75% સહાય | Power Driven Chaff Cutter Sahay Yojana
Power Driven Chaff Cutter Sahay Yojana 2024: પશુપાલકોને પાવર ડ્રીવન ચાફકટર ખરીદી પર મળશે 75% સુધીની સહાય. જાણો યોજના ની તમામ માહિતી.
ગુજરાત સરકારે “પાવર ડ્રીવન ચાફકટર ખરીદી પર સહાય યોજના” શરૂ કરી છે. આ યોજનાનો ઉદ્દેશ્ય પશુઓના આહારની ગુણવત્તા સુધારવાનો છે તેની સાથે પશુપાલકોને આધુનિક ટેકનોલોજી અપનાવવા માટે પ્રોત્સાહિત કરવાનો અને તેમની આજીવિકા સુધારવાનો છે.
Power Driven Chaff cutter Sahay Yojana 2024: પાવર ડ્રીવન ચાફકટર ખરીદી પર સહાય યોજના
પશુઓને આખો ઘાસચારો નાખવામાં ઘણીવાર તકલીફ પડતી હોય છે અને કટીંગ કર્યા સિવાયનો ઘાસચારો પશુઓને ખાવામાં અઘરો પડે છે તથા તેનો બગાડ પણ વધારે થાય છે. તેથી આપણે સાદા ચાફ કટર નો ઉપયોગ કરીએ છીએ. પરંતુ વધારે પશુઓ ધરાવતા પશુપાલકોને ઘાસચારો કાપવામાં ઘણો બધો સમય વપરાય છે છતાં પણ ઈલેક્ટ્રીક ચાફ કટર જેવા ટુકડા થતાં નથી.
ગુજરાત સરકાર દ્વારા ઈલેક્ટ્રીક અથવા પાવર ડ્રીવન ચાફ કટર સહાય યોજના બહાર પાડવામાં આવી છે.
આ યોજના અંતર્ગત સરકાર અનુસુચિત જાતિના પશુપાલકોને પાવર ડ્રીવન ચાફકટર ખરીદી પર 75% અથવા 18000 રૂપિયા સુધીની સહાય આપી રહી છે.
તો ચાલો આ યોજના વિશે ની સંપૂર્ણ માહિતી જાણીએ.
વિધુત સંચાલિત ચાફકટર ખરીદી પર સહાય યોજનાની વિગત
યોજના નું નામ | પાવર ડ્રીવન ચાફકટર ખરીદી પર સહાય |
યોજના નો મુખ્ય ઉદ્દેશ | પશુપાલકોને ઘાસચારો કાપવા માટેના વિધુત સંચાલિત ચાફકટર ખરીદી પર સબસીડી પર આપવાનો ઉદ્દેશ |
લાભાર્થી | અનુસુચિત જાતિના પશુપાલકોને |
સહાય ની રકમ | પશુપાલકોને પાવર ડ્રીવન ચાફકટર ખરીદી પર સહાય આપવામાં આવશે. જેમાં ખરીદ કિંમતનાં 75 % અથવા રૂ.18,000/- બે માંથી જે ઓછુ હોય તે લાભ આપવામાં આવશે. |
અધિકૃત વેબસાઇટ | https://ikhedut.gujarat.gov.in/ |
ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ | તા- 15/06/2024 થી 10/08/2024 સુધી |
Power Driven Chaff Cutter Sahay Yojana 2024 નો લાભ મેળવવા માટેની શરતો
- પશુપાલકે આઇ-ખેડુત પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવવુું
- અનુસુચિત જાતિના ખેડુતો/પશુપાલકો આ યોજનાનો લાભ લઇ શકશે.
- પશુપાલક પાસે ઓછામાં ઓછા ૫ (પાંચ) કે તેથી વધુ પશુઓ હોવા જોઇએ.
- સરકારશ્રી દ્વારા માન્ય કરેલ ઉત્પાદકના અધિકૃત વિક્રેતા પાસેથી ચાફ કટર ખરીદવાનું રહેશે
- પાવર ડ્રીવન ચાફકટર ખરીદીનુું બીલ રજુ કરવાનુું રહેશે.
- પશુપાલક પાસે લાઈટ કનેક્શન હોવુું જરૂરી છે.
- આ યુનિટની ખરીદીની સમય મર્યાદા ૬૦ દિવસની રહેશે. ત્યારબાદ અરજી અમાન્ય ગણાશે.
- લાભાથીએ પોતાની બૅન્ક ની વિગત આપવાની રહેશે. જેથી નાણા તેમાં જમા થઇ શકે.
પાવર ડ્રીવન ચાફકટર ખરીદી પર સહાય માટે જરૂરી ડોક્યુમેન્ટ
- જાતિનો દાખલો (સક્ષમ અધિકારી દ્વારા)
- સક્ષમ અધિકારીશ્રીનું દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર (ફક્ત દિવ્યાંગો માટે) (લાગુ પડતું હોય તો)
- રેશનકાર્ડ
- બચત ખાતા બેન્ક પાસબુક અથવા રદ કરેલ ચેક
- પાંચ કે તેથી વધુ દુધાળા પશુ ધરાવતા હોવાનો પુરાવો (ગ્રામ્ય દૂધ ઉત્પાદક સહકારી મંડળી / તલાટી કમ મંત્રીનોનો દાખલો)
- આધાર કાર્ડ અથવા સરકાર માન્ય ફોટાવાળુ અન્ય ઓળખપત્ર
ચાફકટર યોજના હેઠળ ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? | How to Apply for Power Driven Chaff cutter Sahay Yojana?
લાભાર્થીઓએ https://ikhedut.gujarat.gov.in/ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. ખેડૂતોઓએ ગ્રામ પંચાયતમાં થી VCE પાસેથી પણ ઓનલાઇન અરજી કરી શકે છે.
તદુપરાંત ખેડૂતો કોઈપણ કોમ્પ્યુટરની કામગીરી કરતા હોય તેમની પાસે ઓનલાઇન અરજી કરાવી શકે છે. ખેડૂતો જાતે પણ ઓનલાઈન અરજી કરી શકે છે. તો ચાલો ઈ-ખેડૂત પોર્ટલ ઓનલાઈન અરજી કેવી રીતે અરજી કરવી તેની વિગતવાર માહિતી જાણીએ.
- સૌપ્રથમ ગુગલ સર્ચ માં અધિકૃત https://ikhedut.gujarat.gov.in/ વેબસાઈટ ખોલવી.
- ખેડૂત યોજના વેબસાઈટ ખોલ્યા પછી “યોજના” પર ક્લિક કરવું.
- યોજના પર Click કર્યા પછી “પશુપાલન ની યોજનાઓ માટે અહીં ક્લિક કરો” ખોલવી.
- પશુપાલન ની યોજનાઓ ખોલ્યા બાદ વર્ષ-2024-25 ની બધી યોજનાઓ બતાવશે. તેમાં “પાવર ડ્રીવન ચાફકટર ખરીદી પર સહાય” માં પર ક્લિક કરવું.
- પાવર ડ્રીવન ચાફકટર સહાય યોજનાની તમામ માહિતી વાંચ્યા બાદ “અરજી કરો” તેના પર Click કરીને Website ખોલવાની રહેશે.
- હવે તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો અગાઉ Registration કરેલ હોય તો “હા” અને નથી કર્યું તો “ના” કરી આગળ પ્રોસેસ કરવી.
- અરજદાર દ્વારા રજીસ્ટ્રેશન કરેલું હોય તો આધારકાર્ડ અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image સબમીટ કરવું.
- જો લાભાર્થીએ Ikhedut Portal પર રજીસ્ટ્રેશન કરેલું નથી તો ‘ના’ સિલેકટ કરીને Online Form ભરવું.
- ખેડૂત Online Form માં સંપૂર્ણ ચોક્કસાઈપૂર્વક માહિતી ભર્યા બાદ Application Save કરવાની રહેશે.
- લાભાર્થી ખેડૂતોએ ફરીથી વિગતો Check કરીને Application Confirm કરવાની રહેશે.
- ઓનલાઈન એપ્લિકેશન કન્ફર્મ થયા બાદ કોઈપણ પ્રકારનો સુધારો થશે નહીં.
- છેલ્લે, ખેડૂત અરજી નંબરના આધારે પ્રિન્ટ મેળવી શકશે.