Pradhan Mantri Fasal Bima Yojana : પ્રધાનમંત્રી ફસલ બીમાં યોજના | ભારત સરકાર ખેડૂતોને પાક વીમા હેઠળ આપશે વળતર, જાણો અરજીની સંપૂર્ણ પ્રક્રિયા

Pradhan Mantri Fasal Bima Yojana એ એક સરકારી સહાય યોજના છે. આ યોજના માં ખેડૂતોને તેમના પાકને નુકસાન થવાના કિસ્સામાં નાણાકીય સહાય પૂરી પાડી છે. પ્રધાનમંત્રી ફસલ બીમાં યોજના હેઠળ ખેડૂતો તેમના પાકના થયેલ નુકસાનની જાણ કરી શકે છે અને તેમને વીમા દ્વારા વળતર આપવામાં આવે છે.

આ આર્ટિકલ દ્વારા અમે તમને જણાવીશું કે પીએમ ફસલ બીમા યોજના (PMFBY) માટે કેવી રીતે અરજી કરવી, તેની યોગ્યતા શું છે, તેના લાભો, ઉદ્દેશ્ય અને લાયકાત શું છે?

વધુ જાણો: ગોડાઉન સહાય યોજના ગુજરાત

Pradhan Mantri Fasal Bima Yojana (PMFBY) શું છે?

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ 18 ફેબ્રુઆરી 2020 ના રોજ પીએમ ફસલ વીમા યોજના શરૂ કરી હતી. આ યોજના ખેડૂતો માટે તેમના થયેલ પાકમાં નુકસાનની જાણકારી આપી અને ત્યારબાદ નાણાકીય સહાય મેળવવાનું  માધ્યમ છે. વડાપ્રધાન દ્વારા આ યોજના શરૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય કુદરતી આફતોથી અસરગ્રસ્ત થયેલા ખેડૂતોને નવી અને આધુનિક કૃષિ સામગ્રી અને સાધનો મેળવવામાં મદદ કરવાનું છે.

Pradhan Mantri Fasal Bima Yojana

કેવી કુદરતી આફતો માં PMFBY ની સહાય મળવાપાત્ર છે?

કુદરતી આફતો એ એવી કુદરતી ઘટનાઓ છે જે માનવ જીવન અને સંસાધનોને પ્રતિકૂળ અસર કરેં છે. આમાં ધરતીકંપ, તોફાન, ચક્રવાત, હિમવર્ષા, ભુસ્ખલન, દુષ્કાળ, આગ અને વિવિધ વાતાવરણીય પ્રક્રિયાનો સમાવેશ થાય. આ આપત્તિઓ ઘણીવાર નાગરિકો, કૃષિ, ઇકોલોજી અને અર્થતંત્ર પર નકારાત્મક અસર કરેં છે. આવા સંજોગો માં સરકારને તાત્કાલિક રાહત, સહાય અને રાહત કાર્યક્રમો શરૂ કરવાની ફરજ પડે છે.

પીએમ ફસલ બીમા યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય

Pradhan Mantri Fasal Bima Yojana નો મુખ્ય ઉદ્દેશ્ય કુદરતી આફતોથી પ્રભાવિત ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડવાનો છે, જેથી તેઓ તેમની ખેતી ફરીથી શરૂ કરી શકે અને નવીનતમ અને આધુનિક કૃષિ તકનીકોનો ઉપયોગ કરી શકે.

PM ફસલ બીમા યોજના માટે લાયકાત શું હશે?

  • યોજનાનો લાભ મેળવવા માટે, ખેડૂતોએ સૂચિત વિસ્તારમાં જમીન માલિકો અથવા ભાડૂતો તરીકે સૂચિત પાકના ઉત્પાદનમાં સામેલ થવું જોઈએ.
  • અરજદારો ભારતના નાગરિક હોવા આવશ્યક છે.
  • અરજદાર મધ્યમ વર્ગના પરિવારમાંથી અથવા ગરીબ પૃષ્ઠભૂમિમાંથી હોવો જોઈએ.
  • અરજી કરવા માટે અરજદાર પાસે તમામ જરૂરી દસ્તાવેજો હોવા આવશ્યક છે.

પીએમ ફસલ બીમા યોજનાના જરૂરી દસ્તાવેજો શું છે?

  • આધાર કાર્ડ
  • બેંક ખાતાની પાસબુક
  • ઓરી નંબર
  • વાવણી પ્રમાણપત્ર
  • ગામ તલાટી નો દાખલો
  • જમીન સંબંધિત દસ્તાવેજો

પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાની તબક્કાવાર અરજી પ્રક્રિયા

  • સૌ પ્રથમ પીએમ ફસલ બીમા યોજના માટે અરજી કરવા માટે સત્તાવાર વેબસાઇટ પર જાઓ.
  • હવે તમને વેબસાઈટના હોમ પેજ પર ‘Farmer Coner’નો વિકલ્પ દેખાશે તેના પર ક્લિક કરો.
  • આ પછી ‘Guest Farmer’ના વિકલ્પ પર ક્લિક કરો.
  • હવે એપ્લિકેશન ફોર્મ તમારી સામે ખુલશે, એપ્લિકેશન ફોર્મ ભરો અને બધી જરૂરી માહિતી દાખલ કરો.
  • છેલ્લે અરજી ફોર્મ સબમિટ કરો.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *