Pradhan Mantri Garib Kalyan Yojana – પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના દ્વારા મેળવો મફત રાશન
Pradhan Mantri Garib Kalyan Yojana: ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના ચલાવવામાં આવી રહી છે. આ યોજના હેઠળ દરેક ગરીબ પરિવારને વ્યક્તિ દીઠ 5 કિલો રાશન આપવામાં આવે છે. આ યોજનાનો છેલ્લા 4 વર્ષથી દરેક ગરીબ પરિવારને લાભ મળે છે અને હવે આ યોજના 2030 સુધી લંબાવવામાં આવી છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ સહાય યોજના ભવિષ્યમાં પણ લાભદાયી બની રહેશે.
Pradhan Mantri Garib Kalyan Yojana શું છે?
Pradhan Mantri Garib Kalyan Yojana 2020 માં શરૂ કરવામાં આવી હતી. આ યોજના દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી શરૂ કરી હતી. જ્યારે સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી ચાલતી હતી ત્યારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ દરેક રેશન કાર્ડ ધારકોને 35 કિલો અનાજ મફત માં આપવામાં આવ્યું હતું. આ યોજના દ્વારા 80 કરોડથી પણ વધુ લોકોને લાભ મળી રહ્યો છે. આ યોજના હેઠળ ગરીબ પરિવારોને રાશન આપવામાં આવતું હતું અને ભવિષ્યમાં પણ આપવામાં આવશે. આ યોજનાનો ઉદ્દેશ્ય લોકોના માથે આવી પડેલો બોજો ઘટાડવાનો છે. આ યોજના સમગ્ર ભારત દેશમાં લાગૂ છે.
પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ યોજનાના લાભાર્થીઓના પરિવારો કે જેઓ આ યોજના સંબંધિત નિયમોનું પાલન કરી રહ્યા છે તેમને 35 કિલો રાશન મફત માં આપવામાં આવી રહ્યું છે. જોકે આ યોજનાને વધુ 5 વર્ષ માટે લંબાવવામાં આવી છે. Pradhan Mantri Garib Kalyan Yojana યોજના હવે 2029 સુધી ચાલશે.
અહી વધુ વાચો: પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ ફ્રી LPG સિલિન્ડર
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના માટેની પાત્રતા
- પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાના લાભાર્થીઓ મહિલા હોય અને તેમના પતિનું અવસાન થયું હોય તો તેઓ આ યોજના માટે પાત્ર છે.
- તમારી સ્વાસ્થ્ય સ્થિતિ સારી નથી અને વધુ પડતા બીમાર હોય તે લોકો ને પણ આ યોજનાનો લાભ મળે છે.
- આ યોજનાનો લાભ વિકલાંગ લોકોને પણ મળે છે.
- જો તમારી ઉંમર 60 વર્ષથી વધુ છે તો પણ તમે આ યોજના માટે પાત્ર છો.
- ગરીબ કલ્યાણ યોજના દ્વારા ગરીબ વર્ગના પરિવારોને મફત રાશન આપવામાં આવે છે.
વધુ વાંચો: પ્રધાનમંત્રી ફસલ બીમાં યોજના
જાણો પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના માટે અરજી કેવી રીતે કરશો?
- પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના માટે તમારે ઓફલાઇન અરજી કરવી પડશે. આ માટે ઓનલાઇન અરજી માન્ય નથી.
- આ યોજના હેઠળ અનાજ વિતરણ કાર્યક્રમ ગરીબ વર્ગના લોકો માટે છે અને તામ્ર આ યોજનાની પાત્રતા ધરાવો છો તો તમને સરકારી રાશનની દુકાનમાંથી અનાજ મેળવી શકો છો.
- પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાનો લાભ લેવા માટે તમારે નજીકની સરકારી રાશનની દુકાન પર જવું પડશે. ત્યાં તમારે તમારૂ રેશન કાર્ડ સબમિટ કરવાનું રહેશે પછી તમે આ યોજનાનો લાભ મેળવી શકો છો.
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાના લાભો
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ સરકાર દ્વારા 35 કિલો મફત રાશન આપવામાં આવે છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ બાળકોને પૌષ્ટિક આહાર આપવામાં આવે છે જેથી બાળકોના શરીરનો વિકાસ થાય છે અને તેઓ કુપોષણ સુરક્ષિત રહે છે.
ગરીબ કલ્યાણ યોજનાના લાભાર્થીઓના પરિવારોને ભોજન માટે ખર્ચ કરવાની જરૂર નથી. આ યોજના હેઠળ રાશનની જરૂરિયાત પૂરી પાડવામાં આવે છે. તમારા રાશનકાર્ડમાં ઉમેરાયેલા લોકોની સંખ્યા અનુસાર વ્યક્તિ દીઠ 5 કિલો રાશન આપવામાં આવે છે.