Pradhanmantri Kusum Yojana : પ્રધાનમંત્રી કુસુમ યોજના – મેળવો સોલર પંપ પર 90% સુધીની સબસિડી
Pradhanmantri Kusum Yojana શરૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોને સિંચાઈ માટે સૌરઊર્જા પર ચાલતા સોલાર પંપ આપવાનો છે. દેશના જે ખેડૂતો ડીઝલ પમ્પની મદદથી સિંચાઈ કરી રહ્યા છે તે હવે પીએમ કુસુમ યોજના હેઠળ સૌરઊર્જાથી ચલાતા પંપ મેળવી શકે છે. આ યોજનાના પ્રથમ તબક્કામાં દેશના તમામ ખેડૂતો ને પીએમ કુસુમ સહાય યોજના હેઠળ 90% સુધીની સબસિડી આપવામાં આવશે.
ભારત સરકાર દ્વારા ખેડૂતો માટે આ યોજના બહાર પાડવામાં આવી છે. પ્રધાનમંત્રી કિસાન ઉર્જા સુરક્ષા અને ઉત્થાન મહાઅભિયાન હેઠળ સૌરઊર્જાથી ચાલતા કૃષિપંપ સેટ પર 90% સુધીની સબસિડી આપવામાં આવશે. સોલરપંપ થી ખેડૂતોને ડીઝલ ના રૂપિયા ની સીધી બચત થશે અને આ પંપ સિંચાઈમાં મદદરૂપ થશે.
પ્રધાનમંત્રી કુસુમ યોજનાનો હેતુ શું છે?
પીએમ કુસુમ સહાય યોજનાનો મુખ્ય હેતુ એ છે કે દેશભરના ખેડૂતો સૌરઊર્જાથી ચાલતા પમ્પનો ઉપયોગ કરેં તેમજ પર્યાવરણને નુકસાન કરતા ડીઝલ પમ્પ બંધ કરેં અને ડીઝલના રૂપિયા ની બચત કરે. આ હેતુથી ભારત સરકાર દ્વારા PM Kusum Yojana અમલમાં મૂકવામાં આવી છે.
પીએમ કુસુમ યોજનાના મુખ્ય લાભો
- મોટર પંપની સહાય કરવા માટે સરકાર 90% સુધીની સબસિડી આપશે.
- સોલર વોટર પંપ વીજળી પર ચાલતા પંપ કરતા ખૂબ જ ઓછી ઉર્જામાં ચાલે જે ખેડૂતોના વીજળીના બિલમાં ઘટાડો કરશે.
- સોલર ઊર્જાથી ચાલતા પંપ એક સ્વચ્છ ઉર્જા સ્રોત છે જેનાથી પર્યાવરણને કોઈ પણ જાતનું નુકસાન થતું નથી.
- સોલર ઊર્જાથી ચાલતા પંપનો ઉપયોગ કરીને ખેડુતો વધુ પાણી ખેંચી શકે છે. જેનાથી પાક ઉત્પાદનમાં વધારો થાય છે.
Pradhanmantri Kusum Yojana માટે કોણ લાભ લઈ શકે?
- પીએમ કુસુમ યોજના નો લાભ લેનાર વ્યક્તિ ભારત દેશનો કાયમી રહેવાસી હોવો જોઈએ.
- જંગલ માં રહેતા જેવા કે આદિવાસી અથવા અન્ય જાતિના લોકો માટે કાયમી રહેવાસી પ્રમાણપત્ર હોવું જોઈએ.
- ખેડૂતને પોતાની જમીનની વિગતોનું પ્રમાણપત્ર હોવું જોઈએ.
- જો સંયુક્ત ખાતેદાર હોય તો તેમના સહકર્મી સાથેનું પ્રમાણપત્ર હોવું.
પ્રધાનમંત્રી કુસુમ યોજના માટે જરૂરી દસ્તાવેજ
- આધાર કાર્ડ
- જમીન નું વિગત દર્શાવતું પત્રક
- એડ્રેસ પ્રૂફ
- પાસપોર્ટ ફોટા
- બેન્ક એકાઉન્ટ પાસબુક
- આવકનો દાખલો
- સંયુક્ત ખાતેદાર હોય તો તે અંગેનું સંમતિ પત્રક
Pradhanmantri Kusum Yojana માં ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?
- સૌપ્રથમ Pm Kusum Yojana ની સત્તાવાર વેબસાઇટ https://pmkusum.mnre.gov.in ખોલો.
- ત્યાર પછી પોર્ટલ પર લોગ ઇન કરો.
- લોગ ઇન કરી “Apply Online” નામનો વિકલ્પ દેખાશે તેના પર ક્લિક કરો.
- તમે Apply Online પર ક્લિક કરશો એટલે તમારી સામે એક રજીસ્ટ્રેશન પેજ ખુલશે.
- હવે તમારે અરજી ફોર્મ માં બધી જ માહિતી યોગ્ય રીતે ભરવાની રહેશે.
- ફોર્મ ભર્યા પછી ખાતરી કરી લો કે બધી માહિતી સાચી છે કે કેમ ત્યાર પછી “Submit” કરો.
- તમે ફોર્મ સબમિટ કરશો એટલે તમારા મોબાઈલ માં યુઝર આઈડી અને પાસવર્ડ આવશે તેને સાચવી રાખો.