Sukanya Samriddhi Yojana – સુકન્યા સમૃદ્ધી યોજના | 15 વર્ષ સુધી રૂપિયા ભરો, 18 માં વર્ષે મળશે અધધધધ 67 લાખ રૂપિયા
આપને સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. જેમાં અમે Sukanya Samriddhi Yojana અને તેના માટે જરૂરી દસ્તાવેજો, અરજી, લાભો, તેની સત્તાવાર વેબસાઇટ અને ચુકવણીની રકમ વિશે જણાવશું અને તમને જણાવીશું કે તેની અરજી કેવી રીતે અને ક્યાં કરવી?
ભારત સરકાર દિકરીઓને લગ્ન અને શિક્ષણ માટે સુકન્યા સમૃદ્ધિને લાભ આપી રહી છે. જો તમારી પાસે પુત્રી છે તો તમારે તેના ભવિષ્યની ચિંતા કરવાની જરૂર નથી. જેના માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખાસ કરીને પુત્રી માટે સુકન્યા સમૃદ્ધિ યોજના અમલમાં લાવી છે જે દીકરીઓનું ભવિષ્ય સુરક્ષિત કરી છે.
સુકન્યા સમૃદ્ધિ યોજના શું છે?
કેન્દ્ર સરકાર દ્વારા સુકન્યા સમૃદ્ધિ યોજના બહાર પાડવામાં આવી છે. આ યોજનામાં રોકાણ કરીને તમે દીકરીઓ ભવિષ્ય, શિક્ષણ અને લગ્નના ખર્ચને Sukanya Samriddhi Yojana દિકરીઓ માટેની મહાત્વાકાંક્ષી યોજના છે. આ યોજનામાં રોકાણ કરવા માટે તમે પોસ્ટ ઓફિસ અને સરકારી બેંકોમાં સુકન્યા સમૃદ્ધિ યોજનાનું ખાતુ ખોલાવી શકો છો. જેમાં તમે આ યોજનામાં દર વર્ષે ઓછામાં ઓછા રૂપિયા 250 અને વધુમાં વધુ રૂપિયા 1,50,000 રોકાણ કરી શકો છો. જેમાં તમને 7.6 ટકાના દરે વ્યાજ મળે છે. આ યોજનામાં રોકાણ કરવા માટે તમારે પુત્રીની ઉંમર 10 વર્ષથી ઓછી હોવી જોઈએ તો તમે આ યોજનામાં રોકાણ કરી શકો છો. આ માટે તમારે બચત ખોલાવવું પડે છે.
Sukanya Samriddhi Yojanaની રકમ ક્યારે મળશે?
જો તમે Sukanya Samriddhi Yojana હેઠળ રૂપિયા જમા કરાવવા તો એ જાણવું મહત્વપૂર્ણ છે કે તમને રોકાણ કરેલી રકમ જ્યારે તમારી પુત્રી 15 વર્ષની થાય ત્યારે તેને તેના શિક્ષણ માટે 50% જેટલી રકમ ઉપાડી શકો છો. આ યોજનામાં 15 વર્ષ માટે રોકાણ કરી પછી તમે તમારી પુત્રીના લગ્ન પર એટલે કે 21 વર્ષે સંપૂર્ણ રકમ મેળવી શકો છો. જે તમે તમારી દીકરીના લગ્નમાં ખર્ચ કરી શકો છો.
સુકન્યા સમૃદ્ધિ યોજના માટેના દસ્તાવેજો
- પુત્રીનું જન્મ પ્રમાણપત્ર
- માતા-પિતાનું આધાર કાર્ડ
- માતા-પિતાનું પાન કાર્ડ
- બેંક અથવા પોસ્ટ ઓફિસમાં માતા-પિતાનું બચત ખાતું
- એક ફોટો
સુકન્યા સમૃદ્ધિ યોજના ખાતું કેવી રીતે ખોલવું?
- સુકન્યા સમૃદ્ધિ યોજના ખાતું ખોલવા માટે, તમારે તમારી નજીકની પોસ્ટ ઓફિસ અથવા બેંકમાં જવું પડશે.
- હવે તમને અહીંથી સુકન્યા સમૃદ્ધિ યોજનાનું ફોર્મ મળશે.
- હવે તમારે આ ફોર્મમાં તમારી માહિતી ભરવાની રહેશે.
- આ સાથે તમારે તમારી પુત્રીના જન્મ પ્રમાણપત્ર, તમારા આધાર કાર્ડ સાથે જરૂરી દસ્તાવેજોની ફોટો કોપી આપવાની રહેશે.
- હવે તમને એ પણ પૂછવામાં આવશે કે તમે સુકન્યા રૂપિયા માટે વાર્ષિક કેટલા પૈસા જમા કરશો, જે મુજબ તમારી પુત્રીનું ખાતું સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ખોલવામાં આવશે.
સુકન્યા સમૃદ્ધિ યોજના માટે રોકાણ
જો તમે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં દર મહિને 1,000 રૂપિયા જમા કરાવો છો, તો તમારે 1 વર્ષમાં 12,000 રૂપિયા જમા કરાવવા પડશે. તમારે આને 15 વર્ષ સુધી સતત જમા કરાવવું પડશે, જે કુલ 1,80,000 રૂપિયા છે. તમને 21 વર્ષ પછી 3,29,000 રૂપિયા પર વ્યાજ મળશે. જે તમને મળીને કુલ 5,09,212 રૂપિયા મળશે.
જો તમે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં દર મહિને 2,000 રૂપિયા જમા કરો છો, તો તમારે 1 વર્ષમાં 24,000 રૂપિયા જમા કરાવવા પડશે. તમારે આને સતત 15 વર્ષ સુધી જમા કરાવવું પડશે, જે કુલ 3,60,000 રૂપિયા છે. તમને 21 વર્ષ પછી 6,58,425 રૂપિયા પર વ્યાજ મળશે. જે તમને મળીને કુલ 10,18,425 રૂપિયા મળશે.
અને જો તમે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં દર વર્ષે 1,50,000 રૂપિયા જમા કરો છો, તો તમારે 15 વર્ષમાં 22,50,000 રૂપિયા જમા કરાવવા પડશે. 21 વર્ષ પછી મળીને કુલ અંદાજે 67,000,00 રૂપિયા મળશે.