Vidhva Sahay Yojana Gujarat : વિધવા સહાય યોજના ગુજરાત | વિધવા મહિલાઓને દર મહિને મળશે રૂ 1250 પેન્શન, જાણો અરજીની પ્રક્રિયા
સરકારે વિધવા મહિલાઓને આર્થિક રીતે ટેકો આપવા માટે Vidhva Sahay Yojana યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ રાજ્યની તમામ વિધવા મહિલાઓને દર મહિને રૂપિયા 1250 ની નાણાકીય સહાય આપવામાં આવશે. ગુજરાત વિધવા સહાય યોજનાનો લાભ મેળવવા માટે રસ ધરાવતી મહિલાઓને અરજી પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે.
તમામ લાભાર્થીઓ ગુજરાત રાજ્ય પોર્ટલની અધિકૃત વેબસાઇટ પર જઇને ગુજરાત વિધવા સહાય યોજના નોંધણી ફોર્મ ડાઉનલોડ કરી શકે છે.
વિધવા સહાય યોજનાનું નામ બદલીને ગંગા સ્વરૂપ યોજના કરી દીધુ છે. આ યોજના મહિલાઓને આર્થિક મદદ કરવા માટે શરૂ કરવામાં આવી છે. યોજનાનો લાભ મેળવવા માટે વિધવા લાભાર્થીઓની ઉમ્મર 18 થી 60 વર્ષની વચ્ચે હોવી જોઇએ તો જ મહિલાઓને ગુજરાત વિધવા સહાય યોજનાનો લાભ મળી સકશે. જો મહિલા બીજા લગ્ન કરેં તો તેની વિધવા સહાય યોજનાનો લાભ મળશે નહીં.
Gujarat Vidhva Sahay Yojana શું છે?
Vidhva Sahay Yojana Gujarat સરકાર દ્વારા વર્ષ 2019 માં શરૂ કરવામાં આવી છે. આ યોજનાને ગંગા સ્વરૂપ યોજના તરીકે ઓળખાવામાં આવે છે. આ યોજના દ્વારા રાજ્યની તમામ વિધવા મહિલાઓને પેન્શનના રૂપમાં દર મહિને ₹ 1250 ની આર્થિક સહાય આપવામાં આવે છે. જેથી તેઓ પોતાના ઘરની ખાસ જરૂરિયાતો પૂરી કરી શકે. આ યોજનાનો લાભ ગુજરાત રાજ્ય 35 લાખ મહિલાઓને મળે છે. યોજના માટે અરજી કર્યા પછી સરકાર દ્વારા નિર્ધારિત રકમ સીધી મહિલાઓના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે.
વધુ જાણો: સુકન્યા સમૃદ્ધી યોજના
ગુજરાત વિધવા સહાય યોજનાનો ઉદ્દેશ
વિધવા સહાય યોજનાનો ઉદ્દેશ્ય મહિલાઓને આર્થિક સહાય પૂરી પાડવા. જેથી મહિલાઓને કોઇના પર નિર્ભર થયા વગર પોતાના બાળકો માટે અને પોતાના માટે ખર્ચ કરી શકે છે. આ યોજનાથી મહિલાઓને આત્મનિર્ભર બનવાની પ્રેરણા મળે છે. ઘણી વિધવા મહિલાઓ શિક્ષણના અભાવે નોકરી કરી શકતા નથી. આ તમામ સમસ્યાઓને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે વિધવા સહાય યોજના શરૂ કરી છે.
અહી વાંચો: ગુજરાત વહાલી દીકરી સહાય યોજના
ગુજરાત વિધવા સહાય યોજના માટેની પાત્રતા
- અરજદાર ગુજરાત રાજ્યની નાગરિક હોવી જોઇએ.
- આ યોજનાનો લાભ મેળવવા માટે મહિલાની ઉંમર 18 વર્ષથી 60 વર્ષની વચ્ચે હોવી જોઇએ.
- અરજદાર વિધવા હોવી જોઇએ.
- વિધવા મહિલાનું નામ કોઈપણ પ્રકારના ગુનાઈત રેકોર્ડમાં ન હોવું જોઇયે.
- અરજી કરનાર મહિલા અન્ય કોઈ પણ સરકારી પેન્શન અથવા નાણાકીય સહાયની લાભાર્થી ન હોવી જોઇએ.
વિધવા સહાય યોજના માટે જરૂરી દસ્તાવેજો
- આધાર કાર્ડ
- મહિલા ઉમર પ્રમાણપત્ર
- આવક પ્રમાણપત્ર
- પતિનું મૃત્યુ પ્રમાણપત્ર
- બેંક પાસબુક
- સરનામાનો પુરાવો
- શૈક્ષણિક લાયકાતનું પ્રમાણપત્ર
- પાસપોર્ટ સાઇઝનો ફોટો
ઘરઘંટી યોજના માટે વાંચો: ઘરઘંટી સહાય યોજના
વિધવા સહાય યોજના માટે કેવી રીતે અરજી કરવી?
વિધવા સહાય યોજનાની અરજી કરવા માટે, લાભાર્થી મહિલાએ લોક સેવા કેન્દ્રમાં જવું પડશે. ત્યારબાદ નીચે આપેલ સ્ટેપ્સ ફોલો કરીને તમે અરજી કરી શકો છો.
- ગુજરાત વિધવા સહાય યોજનાની અરજી કરવા માટે, પહેલા તમારા નજીકના જાહેર સેવા કેન્દ્ર પર જાઓ.
- ત્યાંથી અરજીપત્રક લો.
- રજીસ્ટ્રેશન ફોર્મમાં પૂછવામાં આવેલી તમામ માહિતી યોગ્ય રીતે દાખલ કરો.
- તમારું ફોર્મ ભર્યા પછી, ફોર્મ સાથે સંબંધિત દસ્તાવેજો જોડો.
- હવે જો તમે રજીસ્ટ્રેશન ફોર્મમાં દર્શાવેલ પ્રશ્ન માટે NO વિકલ્પ પસંદ કરો છો, તો જો તમારી પાસે વરિષ્ઠ નાગરિક પ્રમાણપત્ર છે, તો તમારે સંબંધિત ઓફિસમાં એફિડેવિટ જારી કરવાનું રહેશે.
- જો તમે રજીસ્ટ્રેશન ફોર્મમાં YES નો વિકલ્પ પસંદ કરો છો, તો તેના માટે પ્રતિભાવ પંચ નમૂનાની જરૂર છે, પછી તમારે તમારી સાથે બે લોકોને સંબંધિત ઓફિસમાં લઈ જવા પડશે.
- જો તમારી પાસે જાતિ અથવા વરિષ્ઠ નાગરિક પ્રમાણપત્ર છે અને તમે YES વિકલ્પ પસંદ કરો છો, તો તમે સીધા જ ઑફિસમાં જઈને અરજી ફોર્મ સબમિટ કરી શકો છો.
આ લેખમાં અમે વિધવા સહાય યોજના સંબંધિત તમામ માહિતી આપી છે. આ યોજનાનું અરજીપત્રક સબમિટ કરવા માટે અરજદારોએ 20 રૂપિયાની વધારાની ફી ચૂકવવી પડી શકે છે. એપ્લિકેશન પ્રક્રિયા પૂર્ણ કરવામાં લગભગ 60 દિવસનો સમય લાગે છે.